પ્રાચી તીર્થ ધામ નો ઈતિહાસ Prachi Tirth history in Gujarati

Prachi Tirth history in Gujarati

Jun 7, 2024 - 14:38
Jun 7, 2024 - 18:07
 0  1619

1. Prachi Tirth

Prachi Tirth

વેરાવળથી ઉના જતા રસ્તે પ્રભાસથી પ્રાચી ૨૩ કિલોમીટર છે. સરસ્વતી નદી અહીં પૂર્વ દિશાએ વહન કરે છે. જેથી અહીં પૂર્વ

વાહીની સરસ્વતીમાં સ્નાન કરવાનું તથા પિતૃશ્રાદ્ધ કરવાનું મહાત્મય છે. પીપળાના વૃક્ષોનો સમુહ છે તથા નદી કિનારે માધવરાયજી અને લક્ષ્મીજીની પ્રતિમા છે.

પ્રાચીએ પિતૃયજ્ઞ અર્થાત શ્રાદ્ધ વિધિ કરવાથી ધન, યશ, પુત્ર પ્રાપ્તિ થાય છે તથા પિતૃઓને પ્રસન્નતા થાય છે.

આ પ્રાચી તિર્થ ઉપર મોક્ષવિધિ પરીપૂર્ણ કરવા અને ભાઈ- ભાઈમાં થયેલ યુધ્ધના દોષ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આજ્ઞા કરેલ હતી.

પુરાણ કથા પ્રમાણે સત્યુગમાં મુનિવર દધિચિ થઈ ગયા. મુનિવર દધિચિએ દેવતાઓના હિત માટે થઈને, પોતાના શરીરના

હાડકામાંથી આયુધ બનાવવા માટે, દેવોને પોતાનો દેહ આપ્યો હતો. આ હાડકામાંથી વજ્ર નામનું હથિયાર બનાવી ઈન્દ્રરાજે અસુરોનો રાજા વૃત્રાસુરનો નાશ કર્યો હતો.

દેવો માટે દેહદાન કર્યા પછી મુનિવર દધિચિના પત્નીને પુત્ર પિપ્લાદનો જન્મ થયો. પીપળાના વૃક્ષો સમીપ જન્મ અને ઉછેર થયો તેથી તે પુત્ર પિપ્લાદ કહેવાયો.

પિતા દધિચિના દેહ છોડવાનું કારણ દેવતાઓ હતા. તેથી પિપ્લાદે દેવોને શત્રુ સમાન સમજી તેનો વિનાશ કરવા હિમાલયમાં તપસ્યા કરી, તપોબળથી વડવાનલ નામનો અગ્નિ ઉત્પન્ન કર્યો અને વડવાનલ અગ્નિને દેવતાઓનો બાળીને વિનાશ કરવાની પ્રેરણા કરી.

આથી વડવાનલ અગ્નિ દેવલોક તરફ જવા લાગ્યો. દેવલોકમાં અગ્નિની તેજોમય જવાળાથી દેવતાઓ ઘેરાય ગયા.

દેવતાઓને વડવાનલે કહ્યું મહા પ્રતાપી દધિચિ ઋષિના પુત્ર પિપ્લાદે તપથી ઉત્પન્ન કરીને મને તમારૂ ભક્ષણ કરવા આજ્ઞા કરી છે. માટે તમે કહો તે પ્રમાણે એક પછી એક દેવનું ભક્ષણ કરુ.

વડવાનલની વાત સાંભળી દેવતાઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. આથી ત્યાં ભગવાન પ્રગટ થયા અને કહે કે તારે સૌ પહેલા વરુણ કહેતા સમુદ્રનું ભક્ષણ કરવું.

વડવાનલ અગ્નિ કહે મહારાજ મને કોઈ તેડીને સમુદ્ર પાસે લઈ જાય તો હું પ્રથમ વરુણનું ભક્ષણ કરવામાં મને કંઈ હરકત નથી.

2. પ્રાચી પીપળ

પ્રાચી પીપળ

દેવતાઓમાંથી આ કાર્ય કરવા કોઈને હિંમત કે શક્તિ ન હોવાથી છેવટે ગંગાજીએ સોનાકુંભ નામના પાત્રમાં અગ્નિને રાખી સમુદ્ર સુધી પહોંચાડવા પુત્રી સરસ્વતીને આજ્ઞા કરી. ગંગાજીએ ધીરજ આપી પુત્રી સરસ્વતીને કહેવા લાગ્યા કે' હે પુત્રી તું કુમારીકા છો તેથી તારા કૌમાર્યના તેજથી તને અગ્નિનો તાપ ઓછો લાગશે છતાં પણ તને વડવાનલનો તાપ બહુજ લાગે ત્યારે પૂર્વ દિશામાં મુખ રાખી મારૂ સ્મરણ કરજે એટલે અમે બધા તિર્થો ત્યાં આવીને અમારા જળનો

અભિષેક કરીશું. જેથી તને લાગેલ તાપ શાંત પડી જશે.

સરસ્વતી કહે ભલે માતા જો હું અગ્નિના તાપથી બળુ તો તમે તરત મને સહાય થજો.

સરસ્વતી હિમાલયથી નીકળી ભૂગર્ભમાં અને જમીન ઉપર વહેતાં વહેતાં અહીં સુધી પહોંચ્યા પછી અગ્નિનો તાપ અસહ્ય થઈ પડયો. જેથી પૂર્વ વાહીની થઈ ગંગાજીનું સહાયતા માટે સ્મરણ કરતાંજ માતા ગંગા બીજા તિર્થો લઈ અહીં પધાર્યા. ગંગા, યમુના, ગોદાવરી, ગોમતી, સિંધુ, ક્ષિપ્રા, સરયુ, નર્મદા, કાવેરી, ગંડકી વિગેરે સર્વે તિર્થ જળ ભેગા મળીને પોતાના શિતળ જળનો સરસ્વતીના મસ્તક ઉપર અભિષેક કર્યો. 

આથી સરસ્વતીએ દેવોનું આ કાર્ય ઝડપથી પુરુ કરવા વેગ વધારી વડવાનલ અગ્નિને સમુદ્ર સુધી લઈ જઈ દેવોનું આ મહાન કાર્ય પૂર્ણ કર્યું.

સમુદ્ર પાસે આવતાજ વડવાનલ અગ્નિ બહુ પ્રસન્ન થયો અને કહ્યું કે સરસ્વતી મારી પાસેથી કાંઈ વરદાન માંગી લે. આથી દેવી સરસ્વતીએ કહ્યું કે હે અગ્નિદેવ આ વરુણનું ભક્ષણ કરવા તમારે તમારૂ સ્વરૂપ સોયના નાકા જેવડું રાખવું. આથી વચને બંધાયેલ

વડવાનલ કબુલ થયો અને દેવતાઓ નિર્ભય બની ગયા.

અહીંથી વડવાનલ સમુદ્ર કહેતા વરુણ દેવનું ભક્ષણ કરવા ગયો છે. પ્રાચી સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ પૂર્વ દિશા એવો થાય છે.

લોક કથા કહે છે કે અહીંથી વડવાનલ સમુદ્રને બાળવા ગયો. પણ આ દરીયાની જળ રાશી ઉપર વારંવાર દેખા દયે છે.

જે હજુ હકીકતમાં કુદરતની પણ રહસ્યમય લીલા એવી છે કે પૃથ્વીનો આ

છે. આખી પૃથ્વી ઉપર ત્રણ ભાગમાં પાણી છે અને એક ભાગની જમીન છે. કોઈપણ ચીજ કે સમુદ્રના કચરો જયારે સમુદ્રમાં

ભાગ વિશ્વમાં સહુથી નીચો પડે છે, ત્યારે કિનારા ઉપર ધકેલાય જાય છે.

જો કિનારે ન ધકેલાય તો સાત સમુદ્રના પાણીમાં પડેલો વિશ્વનો તમામ કચરો પશ્ચિમના આ દરીયાનાં પાણીમાં ભેગો થયા જ કરે છે. જેને ગોસનો દરિયો કહે છે. સરગોસના આ કચરામાં રાસાયણિક

સંયોજનથી ફોસ્ફરસ નામનો વાયુ બને છે, જેથી પાણી ઉપર કચરામાં ભયંકર અગ્નિ સળગ્યા કરતો હોય છે, જે રાત્રે સ્પષ્ટ દેખાય છે.

હજારો વર્ષથી આ પ્રમાણે અગ્નિ પાણી ઉપર સળગે છે. જ્યોતનાં

પરિણામે વર્ષાઋતુ જ્યારે બેસે છે ત્યારે અગ્નિમાં દેખાતી બ્લુ રંગવાળા વિશિષ્ટ પ્રકારના છાંટા આ સાગર કાંઠે ઉડે છે. કોઈપણ

જીવ કે માનવીની ચામડી ઉપર તેનો સંપર્ક થતાં આગથી દાઝયા હોય

તેમ બળતરા થઈને ફોલ્લો પડી જાય છે.

આ મહાસાગરના ધ્રુવ તરફ વહેતા જતાં સમુદ્રના પાણી સદાય ગરમ હોય છે. વડવાનલ અગ્નિની કુદરતની આવી પ્રમાણીત હકીકત છે.

પ્રાચી તિર્થ ઉપર ચૈત્ર શુદ - ૧૩, ૧૪, ૧૫ નો મેળો ભરાય છે. સંતાનની કામનાવાળા દંપતી પ્રાચીએ વિધીસર શ્રાદ્ધ કરી બ્રહ્મ ભોજન કરાવે છે. આથી જમાડશે તે રમાડશે તેમ કહેવાય છે.

ભગવાન શ્રી કૃષ્ણના વચન અને આજ્ઞા પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના બંધુઓ સહિત પ્રાચી તિર્થમાં આવ્યા હતા. અને કૌરવોનું શ્રાદ્ધ અને પિંડદાન કરી એક પીપળાનું વૃક્ષ વાવી તેને જળ ચડાવીને કુળનો મોક્ષ કર્યો હતો.

અહીં પ્રાચીમાં વેદવ્યાસ મુનીએ શ્રીમદ્ ભાગવત નામના પવિત્ર ગ્રંથની રચના કરી તે સ્થળ વ્યાસ આશ્રમ કહેવાય છે.

યાદવાસ્થળીમાં યાદવકુળનો સંહાર થયા પછી યોગેશ્વર શ્રી કૃષ્ણએ પ્રાચી તિર્થમાં પધારી યદુકુળની મોક્ષવિધિ કરી છે.

ત્યાર પછી શ્રી મૈત્રૈયમુની અને ઉદ્ધવજીને આ શ્રીમદ્ ભાગવતનું ઉત્તમ જ્ઞાન કહી સંભળાવ્યું છે. ત્યારથી આ તિર્થ 'સો વાર કાશી એકવાર પ્રાચી' કહેવાયું છે.

દરેક મનુષ્ય પિતૃ ઋણમાંથી મુક્ત થવા પ્રાચીને પીપળે પાણી રેડે છે, અને પિતૃ તર્પણ કરે છે.

શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રાચીએ પધાર્યા હતા. તેમની બેઠકજી માધવ સરસ્વતીના કાંઠા ઉપર છે. શ્રી કૃષ્ણ ભગવાન અહીં માધવરાય સ્વરૂપે બિરાજે છે. શ્રી લક્ષ્મી માધવની મુર્તિ સરસ્વતીના કિનારા ઉપર છે.

શ્રી માધવ પ્રભુ માટે સુંદર મંદિર ગાયકવાડ સરકારના દિવાન વિઠ્ઠલરાવે બંધાવ્યું. પણ નિજ મંદિરમાં પધરાવવા આ મુર્તિ લેવા જતાં જમીનમાં ઉતરી ગયેલ અને સરસ્વતી નદીના કિનારે બિરાજવાનું પસંદ કરી માધવ મંદિરમાં પધાર્યા નહીં, અને દિવાનને સ્વપ્નમાં 

આવીને મંદિરમાં પધારવાની અનિચ્છા બતાવી. આથી આ મંદિરમાં દિવાનજીએ પોતાના નામથી વિઠ્ઠલેશ્વર મહાદેવજીની પ્રતિષ્ઠા કરાવી . પ્રાચી તિર્થમાં મહાપ્રતાપી પૃથુરાજાએ અશ્વમેધ યજ્ઞ કરીને

જ્યાં અગ્નિકુંડ હતો ત્યાં શ્રી પૃથેશ્વર મહાદેવજીની સ્થાપના કરેલ છે. આ શિવલીંગને નિસંતાન દંપતી બાથભરી સંતાન માટે માનતા કરે છે.

તેથી તેનું બીજુ નામ બથેશ્વર મહાદેવ પણ છે.

આપણે પણ પ્રાચીને પીપળે પાણી રેડીને પૂર્વના પિતૃને અંજલી અર્પી કૃતાર્થ બનીયે. - અસ્તુ

અહીંથી કોડીનાર, દીવ, ઉના, દેલવાડા, જૈનતિર્થ શ્રી અજારા પાર્શ્વનાથ વિગેરે આવે છે.

3. સોવાર કાશી એકવાર પ્રાચી

સોવાર કાશી એકવાર પ્રાચી

 " આ તિર્થમાં સરસ્વતી નદી પુર્વ દિશામાં વહન કરે છે તેથી ગયા.કાશી. પુસ્કર આદી તિ કરતાવધારે પવિણ મનાઈ છે. અહિયા ધર્મરાજાએ કૌરવ કુળનો અને શ્રીકૃષ્ણભગવાને યદુ કુળનો મોધ કરેલ છે. શ્રી કૃપગભગવાને ઉદધવજીને શ્રીમદ ભાગવતનું રાાન આપેલ છે. પૃપૂરાજા (પેનરાજાતા પુગ) એઆતિર્થમાં સૌ અશ્વમેઘયજ્ઞકરેલછે.

અને મહારાજા પરિક્ષિતે આ તિર્થમો પૂરથ્વી તથા ધર્મને કળયુગનાં ભયથી રક્ષણ આપેલ છે.

નોંધ- આ તિર્થમાં રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી તથા કસ્તુરબા સહેદે ધાગા કરી ગયેલ છે. તેમજ તેમતો દેહવિલય પછી તેમનો અસ્થી વિસૃજન તથા પ્રાદધવિધી આ તિર્થમાં કરવામાં આવેલ છે.

ખાસતોંધ આ તિર્થમાં દરેક પ્રકારની પ્રાદધવિધી કરવામાં આવેછે.

4. ખાસ નોંધ:

આ ઈતિહાસ ઈન્ટરનેટ સર્ફિંગ અને લોકકથાઓના આધાર થી લેવા માં આવ્યું છે, આ પોસ્ટ કદાચ 100% સચોટ ન હોય. જેમાં કોઈપણ જાતિ કે ધર્મ કે જાતિનો વિરોધ કરવામાં આવ્યો નથી. આનું ખાસ ધ્યાન રાખો.

  (જો આ ઈતિહાસમાં કોઈ ભૂલ હોય અથવા તમારી પાસે તેના વિશે કોઈ વધારાની માહિતી હોય, તો તમે અમને મેસેજ કરી શકો છો અને અમે તેને અહીં રજૂ કરીશું)

  [email protected]

  આવી જ ઐતિહાસિક પોસ્ટ જોવા માટે અમારી વેબસાઇટ dhrmgyan.com ની મુલાકાત લો

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें