પાવાગઢ મંદિર પર અત્યાર સુધી ધજા શા માટે નહતી ફરકતી જાણો ઐતિહાસિક પોસ્ટમા

પાવાગઢ કેમ ધજા

Jun 8, 2024 - 16:44
Jun 8, 2024 - 17:50
 0  2673

1. પાવાગઢનો ઈતિહાસ સંપૂર્ણ માહિતી

પાવાગઢનો ઈતિહાસ સંપૂર્ણ માહિતી

હજ્જારો વષૅ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો. એ માંથી ફાટેલા જવાળામુખી માંથી આ પાવાગઢનાં કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પવૅત જેટલો બહાર દેખાય છે તેનાં ક૨તાં ધરતી ની અંદર તરફ વધારે છે.. એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિ ગોચર થાય છે. તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાયો.

હજારો વર્ષો પૂર્વે પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ ક૨તા હતા.આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્વર્યા અને આરાધના કરીને બહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્વ કર્યુ હતું. એવું પણ કહેવાય છે કે, શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગત્જનની માં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. પાવાગઢ પર્વતની છેલ્લી ટૂક પર એટલે કે દરિયાઈ સપાટીથી ર,૭૩૦ ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત એક બીજી દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે. દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી. ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નુત્ય કરી,

પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું. દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો. આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાંઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યાં હતા, જે અલગ અલગ ૫૧ શક્તિપીઠરૂપે પ્રસ્થાપિત થયેલ છે. તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા-અર્ચના થાય છે.

2. શ્રી મહાકાળી માતાજી

શ્રી મહાકાળી માતાજી

આ ડુંગર પુરાતનકાળ થી ખુબજ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. રાજ્યની બીજી પણ મહાશકિત પીઠ અંબાજી બહુચરાજી અને પાવાગઢમાં પાવાગઢનાં ” માઁ” નાં મંદિરનું સ્થાન અનન્ય છે. શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદી ઓથી મહાકાળી ”માઁ”નાં ભક્તોના હદયમાં ઉચું સ્થાન ધરાવે છે. આ પાવનકારી ભકિતમય નવરાત્રિ નાં તહેવારોમાં તથા માગસર પોષ વદ અમાવસ્યા-દર્શન અમાસનાં દિવસોમાં પાવાગઢ ની ધામિક યાત્રાનો ઘણો મોટો મહિમા છે. આ સમય દરમ્યાન યાત્રાળુ ઓ પાવાગઢનાં મહાકાળી” માઁ” ના મંદિરની પરિક્રમા ક૨ીને જીવનભરનું પુણ્યનું ભાથું બાંધી લેતા હોય છે.

મુખ્ય મંદિરમાં મધ્યમાં જ મહાકાળીમાંની સ્વયંભૂ નેત્ર પ્રતિમા ધણી વિશાળ છે. એ સાથે પૂવૅ તરફ મહાલક્ષ્મીજી અને બહુચર” માઁ”ની પ્રતિમા ઓ ખૂબ દશૅનીય છે. તેમનાં ચરણોમાં ભક્ત ભાવિજનો મસ્તક ટેકવી ધન્યતા નો અનુભવ કરે છે. અહીં થી જ ભદ્રકાળી માતાનાં મંદિરે જવાની સુંદર પગદંડી છે. શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં છે. આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે (ગંગા, જમુના અને સરસ્વતી) શુધ્ધ પાણીના સંગ્રહણ માટે બંધાયેલો છે. આ શીવાય તળેટીથી માંચી સુધી અને માંચીથી મૌલિયાટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકારે દરવાજા, ટંકશાળા, ખંડેર, મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષરૂપે પથરાયેલા પડ્યાં છે.

પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે. અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે. પહેલાં તો અહી પગથિયા ચડીને જ જવું પડતું હતું પરંત હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. તેથીહવે  માતાજીનાં દર્શન ક૨વા ખુબ જ સરળ થઈ ગયાં છે. તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રા નો લ્હાવો તો જરૂરથી લેવા જેવો છે.

3. જાણો કેમ 500 વર્ષથી પાવાગઢ મંદિર પર ધજા નહોતી ફરકતી

જાણો કેમ 500 વર્ષથી પાવાગઢ મંદિર પર ધજા નહોતી ફરકતી

મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું હતું કે મંદિરના શિખર પર આવેલા ધ્વજ સ્તંભ પર ધ્વજા ફરકાવાય છે. જો કે, જ્યારે 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે 'શિખર'ને ખૂબ જ નુકસાન થયું હતું

આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું કે શીખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી અને જે અયોગ્ય સ્થાન બની જતું હતું.

તેમણે વધુમાં કહ્યું કે ''દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે જોકે મારી પાસે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.'

પાવાગઢમાં રહેતા અને ચાંપાનેર-પાવાગઢના ઈતિહાસમાં ઊંડો રસ ધરાવતા કોલેજના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ જોષીએ જણાવ્યું હતું કે મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર હુમલો કર્યો ત્યારે મંદિરને નુકસાન થયું હતું અને દરગાહ 1484 પછી આવી હોવાનું માનવાનાં ઘણા કારણો છે.

4. દરગાહને ખસેડવા અંગે સમજૂતી સધાઈ

દરગાહને ખસેડવા અંગે સમજૂતી સધાઈ

ડ્યા અને જોશી બંનેએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે વર્ષોની વાટાઘાટો બાદ મંદિર ટ્રસ્ટ અને દરગાહની સંભાળ રાખનારાઓ એ મુદ્દે સમજૂતી પર પહોંચ્યા હતા અને દરગાહને મંદિરની નજીકના સ્થળે ખસેડવામાં આવી હતી. જોશીએ કહ્યું કે "ઉલ્ટાનું દરગાહને વધુ સારું સ્થળ મળ્યું છે. તે હવે વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે અને વધુ લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે."

મહાકાળીના શિખર પર ધજા હોવાની ક્ષણ આપણને પ્રેરણા અને ઉર્જા આપે છે. મહાકાળીના આશીર્વાદથી ગુજરાત અને ભારતની એ જ શક્તિનું પ્રાગટ્ય જોઈ રહ્યા છીએ કે, આજે સદીઓ પછી મહાકાળીનું આ મંદિર પોતાના વિશાળ સ્વરૂપમાં આપણી સામે છે. સદીઓ પછી પાવગઢ મંદિરમાં શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખરધ્વજ એ વાતનું પ્રતિક છે કે, સદીઓ અને યુગ બદલાવા છતાં આસ્થાનું શિખર શાશ્વત રહે છે."

5. 18/06/2022 મોદી પાવાગઢ

18/06/2022 મોદી પાવાગઢ

 પાવાગઢના ઇતિહાસમાં 18/06/2022 દિવસ હંમેશા યાદ રહેશે, કારણ કે સદીઓ બાદ પાવાગઢના માતાજીના મંદિરની ઉપર PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવેલ શે.

આપને જણાવીએ કે, પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

6. પાવાગઢ પર્વત

પાવાગઢ પર્વત

પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન ક૨ીને ધન્યતા અનુભવે છે.

અમદાવાદથી દક્ષિણે ૧રપ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી ૪૭ કિ.મી. તથા હાલોલથી કેવળ ૭ કિ.મી. ના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદભૂત સૌંદર્ય વેર્યું છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.

આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકમાતાજીનું મંદિર એ સૌથી ઊંચાલ નો ભાગ- રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें