જવાંમર્દ જેઠીજી ઝાલા અને વણઝારીઓનુ બલીદાન ઇતિહાસ Javamard jethiji jala history in Gujarati

જવાંમર્દ જેઠીજી ઝાલા અને વણઝારીઓનુ બલીદાન ઇતિહાસ, Javamard jethiji jala history in Gujarati

Aug 31, 2023 - 15:35
Aug 31, 2023 - 15:44
 0  1656
જવાંમર્દ જેઠીજી ઝાલા અને વણઝારીઓનુ બલીદાન ઇતિહાસ  Javamard jethiji jala history in Gujarati

સવારનો પહોર છે , વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે એટલામાં પાદર સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા રામ રામ ઘોડા થંભાવી અસ્વારે જવાબ દીધો હું નાગડવાસનો કાંથડજી જાડેજા. જેઠજીએ ઘોડા ની વાઘ ઝાલી ઓહ હો તમ જેવાં મહેમાન ક્યાંથી ઊતરો છાશું પીને આજ નહીં ક્યારેક આવશું અરે આજથી રૂડો દિવસ વળી કે દી ? ઊતરો હેઠાં.કાંથડજી ને પરાણે ઊતારી ને કાંથડજી એ કહ્યુ ભાઇયુ ઊતરી જાવ ઝાલાનુ વેણ રાખવું પડશે

ઘોડા બાંધ્યા અને ઘોડેસ્વાર બંધાય ઝાલાની ડેલીએ આવ્યાં હાથ મોં ધોઈને ડાયરો બેઠો કાવા કસુંબા ઘુટવા લાગ્યા 

બપોર થયા શીરામણની તૈયારી થવાં લાગી કાંથડજી ને જેઠીજી હારોહાર જમવા બેઠા. જમણમાં ગળવન ખાંડ ચોખા હતાં શાક સંભાર પાપડ અથાણાં જમણ શરૂ થયું કાંથડજી મનમાં રસોઈ વખણતા જાય ને કોળિયા ભરતાં જાય..એવામાં એક ઓરડામાંથી જતી દીવાની સગ જેવી જાજરમાન કન્યાને જોઈ કાંથડજીએ જોઈ એનાં તેજે કાંથડજીની આંખો અંજાઈ ગઈ એનાથી પુછાઇ જવાયું હમણાં ગયાં ઇ કોનાં દિકરી?

એ તો મારાં બહેન છે . તંઇ ખાંડ ચોખા શકનના છે કાંથડજી મરમમા બોલ્યા પણ જેઠીજીને કાળજે સબાકો નીકળી ગયો આંખે લોહી ઊતરી આવ્યું કરડા અવાજે બોલ્યાં કાંથડજી જીભ સંભાળની બોલજે ગરાસિયાની દિકરી કાંઇ રસ્તામાં નથીં કે ગમે તે સગાઇ કરવાં હાલી નીકળે.જેઠજી હું નાગડવાસનો ધણી હાલતો જાય ને સગાઇ કરતો જાય. તમે હવે મરજાદ લોપો છો તમને આ વેણ નથીં શોભતા મોભાને શોભતી વાત કરી હોતતો હું વિચારત. કાંથડજી મુગો થઇ જાય છે બોલવા જેવું રહ્યું નથી ઝાલાએ નાક વાઢીને એનાં હાથમાં દીધું હતું 

આ વાતને બેએક મહિનાં વીત્યા હશે એક દિ ખરા બપોરે દળકટક રાતીદેવળીને પાદર આવીને હમચી ખુંદી રહ્યુ છે સોએક મીયાણા ને સંધીઓને લઇ કાંથડજી આવી પૂગ્યા એણે ગામધણી ઝાલાને કેહરાવ્યુ કે નાગડવાસનો ઘણી તેગ બાધીને તોરણે આવ્યો છે એને કે કા બેન દે કા લડાઇ કાંથડજી ની નાગડદાઇ જોઈને ઝાલાને રોમરાઇ અવળી થઈ. જેઠજી સટોસટ દરબાર ગઢમાં જઇ સાદ દિધો બહેન ને કીધું અબઘડી એજ માણકી પલાણી વાંકાનેર ભેળા થઇ જાવ કાંથડજી તારું હેરુ કરવા આયો છે અટાણે ઝાલા કુળની આબરૂ નો સવાલ છે .સતરેક વરસ ની જુવાનજોધ ગરાસણી સવાર થઈ વાંકાનેર ગયાં .જેઠીજી એ હથિયાર પડિયાર બાંધ્યા અને તોરણે ચડવાના કોડ લઇ આવેલાં કાંથડજી ને પોખવા તૈયાર થયા

જા તારા કાંથડજી ને કેહજે કે ચોરીએ આવી જાય નાગડવાસનો ઘણી ખાલી હાથે પાછો નઇ જાય એના અદકા આદરમાન કરીશું. આ કેહણ સાંભળી કાંથડજી રાજી થઈ ગયા જોયુ ઝાલાનુ પાણી હામ ભીડવાનુ ગજુ નહીં એટલે લગ્નનું કેહણ મોકલ્યું હાલો કંકુના કરીએ 

જેવો કાંથડજી સામો આવ્યો કે કાળઝાળ જેઠીજી ઝાલો ઉઘાડી તલવારે દળને પોખવા દોડયા 

માટી થાજો જેઠીજીએ હાક મારી તલવાર વીંઝી કાંથડજી ઝાલાની દિકરીના માંગા રેઢાં નથીં પડયા આંખના પલકારામાં તલવારૂની તાળીઓ પડી વેરીના માથાં વાઢતો જેઠીજી ઉભો મોલ લણતો હોય એમ સોંસરવા નીકળી ગયાં એમાં એક વેરીનો જનોઈવાઢ ઘા જેઠીજીના માથે પડ્યો માથું દડી પડયું પણ ધડને શુરાતન ચડયું હાથમાં બે તલવાર ધીંગાણું કરવાં લાગ્યું. ગામને પાદર વણઝારાનો દંગો પડયો હતો વણઝારા પુરૂષો પોઠીયા લઇને સીમમાં ગયાં હતાં દંગે બધી વણઝારીઓ જ હતી ગામમાં ગોકીરો સાભળીને વણઝારીઓ ના કાન ચમક્યા બધી ભેગી થઇ ત્યાં હાકલા પડકારા કરતું ધીંગાણું પાદર ભણી આવતું દિઠુ માથાં વિનાનું ધડનુ શુરાતન જોઇ વણઝારીઓના અંગ ધ્રુજીઉઠયા વણઝારીઓ દંગા મા કુહાડી ધારીયા ખરપીયા લાકડી સાબેલા કોશો કોદાળીયુ જે હાથ આવ્યું તે લઇ સામે દોટ મુકીને કુદી પડે છે વણઝારીઓ પ્રાછટ બોલાવી સંધીઓ ઘડીક હેબક થયા પણ પછી વણઝારીઓ માથે ભાલાને તલવારે તાળી પાડી ઘા ઝીલતી સામે એવાં ઘા કરતી વણઝારીઓ રગતભીની ચુદડીઓમા જણે રણચંડી બની ઘુમી વળી. ગામને પાદર જુદ્ધ જોઈ કોળીઓ ભરવાડો ધીંગાણું જોઈ બોલી ગયાં બાઇ માણસ ઝુઝે છે તો અમથી કેમ ઊભાં રેવાય આમને પણ હાકલ કરી કાપો મારો 

બંધુકોમાથી ગોળીઓ છોડી ભરવાડો કોળીઓ વેરી તુટી પડે છે જેઠીજી નુ ધડ લડતું લડતું પાદરના નાળાને સામે કાંઠે વિસામો લઇ ગયું થોડી વાર મા વાંકાનેર નું કટક માર માર કરતું આવ્યુ પણ ધીંગાણું તો પતી ગયું એટલે ખપી ગયેલા ને શબોને સંભાળી કટક પાછું વળી ગયું ચારણે જેઠીજીના સમાચાર આપ્યા ભાઇના સમાચાર જાણવાં ઊભેલી બેને પડતું મુક્યુ તેનાં પ્રાણ ઊડી ગયાં  

મિત્રો આ એજ બહાદુર જેઠીજી ભરવાડો કોળીઓ અને વણઝારીઓના પાળીયા કાળની સામે ટક્કર લેતા ઊભાં છે .

નોધ :વિ.સં :૧૮૪૮ની સાલ અને વૈશાખ માસ હતો 

અઆજેય એ રાતી દેવળીના ચોરા સામે જ્યાં જેઠીજીનુ માથું પડેલું ત્યાં માથાંનો પાળીયો છે અને પાદરમા જ્યાં ધડ પડેલું ત્યાં વણઝારણો કોળીઓ ભરવાડોના પાળીયા ભેળો જેઠીજીના ધડનો પાળીયો જવાંમર્દીની ગાથા ગાતો ઉભો છે

 રાતી દેવળી નિવાસી મિત્ર રૂતરાજસિહ ઝાલાએ ફોટા મોકલ્યા છે તેમનો હું આભરી છું 

વિરમદેવસિહ પઢેરીયા 

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें