જન્માષ્ટમી વ્રત કથા તથા વ્રત વિધિ સંપૂર્ણ માહિતી

જન્માષ્ટમી વ્રત કથા

Jun 27, 2024 - 18:40
Jun 27, 2024 - 18:46
 0  39
જન્માષ્ટમી વ્રત કથા તથા વ્રત વિધિ સંપૂર્ણ માહિતી

જન્માષ્ટમી વ્રત કથા

જનમાષ્ટમી અર્ધરાત્રિ વ્યાપિની લેવી - વિશ્વનું ધર્મોતર પ્રમાણે રોહિણી સહિત શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિનો યોગ હોય અને ચંદ્રોદય થયો હોય તે દિવસે વ્રત કરવું.

બંન્ને દિવસે મધ્યરાત્રિએ આઠમ હોય તો બીજા દિવસે વ્રત કરવું કેમ કે બીજા દિવસે પ્રાતઃકાળે સંકલ્પ વખતે અષ્ટમી હોય છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં સાતમના વેધવાળી આઠમનો વ્રતમાં ત્યાગ કરવાનું કહેલ છે. જો પહેલે દિવસે મધ્યરાતે માત્ર આઠમ જ હોય અને બીજે દિવસે રોહિણીના યોગવાળી આઠમ હોય પરંતુ તે

મધ્યરાત સુધી પહોંચતી ન હોય તો પહેલે દિવસે જ વ્રત કરવું. બન્ને દિવસે આઠમ હોય પરંતુ એક દિવસે મધ્યરાતે આઠમ પૂર્ણ હોય અને એક દિવસે મધ્યરાતે આઠમ થોડી જ હોય તેમજ રાત્રિ કે દિવસે રોહિણીનો યોગ ન હોય જે દિવસે મધ્યરાતે પૂર્ણ અષ્ટમી હોય તે દિવસની આઠમ વ્રતમાં લેવી પરંતુ જો થોડી પણ અષ્ટમી રોહિણીના યોગવાળી હોય અને પૂર્ણ આઠમ રોહિણીના યોગ વગરની હોય તો પૂર્ણ અષ્ટમીનો ત્યાગ કરીને થોડી પણ રોહિણીના યોગવાળી મધ્યરાત વખતની અષ્ટમી વ્રતમાં લેવી પરંતુ પારણું તો આઠમ અને રોહિણી નક્ષત્ર ઉતર્યા પછી જ કરવું પણ અષ્ટમી અને રોહિણીમાં પારણું કરવું નહિ.

બુધવારથી યુક્ત આઠમ સર્વકામનાઓને પૂર્ણ કરે છે. પૂર્વે સત્યયુગમાં માઇલ નામનો રાજા હતો. તે એક વખત પોતાના અનુચરો સાથે હિમાલયની તળેટીમાં ફરવા ગયેલો હતો. ત્યાં એક પાર્વતી માતાનું વન હતું. તેની રક્ષા સ્વયં મહેશ્વર પોતે જ કરતા હતા તે વનમાં કોઇપણ પુરુષ પ્રવેશ કરે તો તત્કાળ સ્ત્રી બની જતો તેનું કારણ એ હતું કે, પાર્વતીએ એક વખત શંકરને કહ્યું કે, હે દેવ આ વન મારે ક્રિડા કરવાના સ્થાન રૂપ છે તો હું પતિવ્રતા છું. માટે આ વનમાં કોઈપણ પુરુષ ન આવે એવું વરદાન આપો ત્યારે શિવે કહ્યું કે, તથાસ્તું હું એવું વરદાન આપું છું. છતાં પણ જો કોઇપણ પુરુષ આવશે તો તે તમારી જેમ જ સ્ત્રી થઈ જશે. માઇલ રાજા પણ ઘોડા ઉપર બેસીને મૃગયા માટે ફરતો ફરતો પોતાના અનુચરોથી એકલો વિખુટો પડી ગયો અને એકલો જ તે ઉમાવનમાં અજાણતાં પ્રવેશ્યો અને તેજ ક્ષણમાં અતિરૂપવાન સ્ત્રી બની ગયો અને હું કોણ છું ક્યાંથી આવી છું. તેનું પણ ભાન રહ્યું નહિ તેજ સમયે ચંદ્રનો દિકરો બુધ આકાશમાં ફરતો હતો તેણે આ રૂપવાન સ્ત્રીને જોઈને મોહિત થયો અને તેને લઈને પોતાને ઘેર રાખી તે દિવસે વદ આઠમ હતી અને તે બુધથી એક પુત્ર થયો તે પુરૂરવા નામે પ્રસિદ્ધ ચંદ્રવશી રાજા થયો તે સર્વ રાજાઓમાં આદિ રાજા કહેવાય છે તે કારણથી જ બુધવારથી યુક્ત અષ્ટમી ઉત્તમ ફળને આપનારી કહેવાય છે અને તે અનંત પ્રકારના પાપને નાશ કરનારી આઠમ કહેવાય છે.

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें