છોટા કાશી હળવદમાં હિન્દુ સંગઠનોનો હુંકાર ગેરકાયદેસર માંસાહારના હાટડા

હળવદમાં હિન્દુ સંગઠનોનો હુંકાર

Jun 29, 2024 - 14:46
Jun 29, 2024 - 14:59
 0  78
છોટા કાશી હળવદમાં હિન્દુ સંગઠનોનો હુંકાર ગેરકાયદેસર માંસાહારના હાટડા
છોટા કાશી હળવદમાં હિન્દુ સંગઠનોનો હુંકાર ગેરકાયદેસર માંસાહારના હાટડા

છોટા કાશી હળવદમાં હિન્દુ સંગઠનોનો હુંકાર

હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસાહારના હાટડા બંધ કરાવવા વિશાળ મૌન બાઈક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

48 કલાકમાં માસ-મટનના ગેરકાયદેસર હાટડાઓ બંધ નહીં થાય તો... થશે જનતારેડ

હળવદ માં ચાલતા ગેરકાયદેસર માંસાહાર ના હાટડા બંધ કરાવવા વીએચપી, બજરંગ દળ, સામાજિક સંગઠનો, વેપારી મહામંડળ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા હળવદ લક્ષ્મી નારાયણ ચોક થી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાયક રેલી કાઢી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હળવદમાં ચાલતા ગેરકાયદેસર માસ મટનના હાટડાઓ તંત્ર દ્વારા 48 કલાકમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે, હળવદ ભુદેવો ની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે, આજ દીન સુધી શહેર માં જાહેર માં કોઈ પણ પ્રકાર નું માંસાહાર નું વેચાણ થતું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક તત્વો દ્વારા ખૂણે ખાચકે માંસાહાર નું ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થઈ રહ્યું છે ત્યારે આગામી સમય માં આવી અસામાજિક પ્રવૃત્તિ શહેર માં થતી અટકે અને શુક્રવારે બપોરના સમયે હળવદ નું ઐતિહાસિક સામંતસર સરોવરમાં ગેરકાયદેસર માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો.જે બાબતે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોઓ સાધુ-સંતો, અગ્રણીઓ, શેહીરીજનો,યુવાનોની મોટી સંખ્યામાં બેઠક યોજાઇ હતી.જેમા નક્કી થયું હતું કે ૪૮ કલાકોમાં ગેરકાયદેસર ધમધમતા માંસ મટન હાટડાઓ તંત્ર દ્વારા બંધ કરાવવા નહી આવે તો જનતા રેડ કરવામાં આવશે. જે બાબતે લક્ષ્મી નારાયણ ચોક થી સવારે ૧૧ વાગે વિશાળ મૌન બાઈક રેલી કાઢી હળવદ મામલતદાર સહીત હળવદ પોલીસ અને ચીફ ઓફિસર ને આવેદન પત્ર પાઠવ્યું હતું, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સોરાપટ બજરંગ દળ સયોજક ભાવેશભાઈ ઠક્કર, મહંત દિપકદાસજી મહારાજ, ભક્તિ નંદન સ્વામી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, ડો.મિલનભાઈ માલપરા, ધનશ્યામભાઈ દવે, રમેશભાઈ ભગત, સહીત વિશ્વહિન્દુ પરિષદ, બજરંગદળ, વેપારીઓ,વિવિધ સામાજિક સંગઠનો, સંસ્થાઓ, ધર્મપ્રેમી જનતા, જીવદયા પ્રેમીઓ, યુવાનોઓ, શહેર ના અઢારે વર્ણ ના લોકો મોટીસંખ્યામાં વિશાળ મૌન બાઈક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. 48 કલાકમાં નોનવેજ ના હાટડાઓ બંધ કરાવવા અલ્ટીમેટ આપ્યું હતું, જો નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

*અગત્ય ની બેઠક*

 

હળવદ માં ચાલતા ગેરકાયદેસર માંસાહાર ના હાટડા બંધ કરાવવા અંગે

 

હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે અને હળવદ નગરી એ ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે આપડા શહેર માં જાહેર માં કોઈ પણ પ્રકાર નું માંસાહાર નું વેચાણ થતું નથી પરંતુ છેલ્લા ઘણા વર્ષો થી ખૂણે ખાચકે માંસાહાર નું ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થઈ રહ્યું છે ત્યારે આગામી સમય માં આવી અસામાજિક પ્રવૃત્તિ હળવદ શહેર માં થતી એટલે તે માટે આજરોજ રાત્રે 9:30 કલાકે શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે હળવદ ના વેપારીઓ - વિવિધ સામાજિક સેવાભાવી સંસ્થા ના સ્વયંસેવકો - હળવદ ની ધર્મપ્રેમી જનતા અને જીવદયા પ્રેમીઓ અને હળવદ ના અઢારે વર્ણ ના લોકો ને આ બેઠક માં પધારવા આહ્વાન કરવામાં આવે છે

 

મિટિંગ ની વિગત

તારીખ :- 28 - જૂન - 2024 (આજે) શુક્રવાર , સમય રાત્રે :- 9:30 કલાકે,

સ્થળ:- શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર , તળાવ કાંઠે , હળવદ

 

આ મેસેજ ને વધુ માં વધુ ફેલાવો

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें