ધ્રુમઠ ગામ આહીર યુવાન ની સંતગાથ Dhrumath Ahir Youvan

ધ્રુમઠ ગામ આહીર યુવાન ની સંતગાથ

Jun 14, 2024 - 19:35
Jun 14, 2024 - 19:39
 0  32
ધ્રુમઠ ગામ આહીર યુવાન ની સંતગાથ Dhrumath Ahir Youvan

આ સમાધી ધ્રુમઠ ની સત્ય ઘટના જે મા દરવરસ ભવાયા રમવા આવે છે ને આ નવજુવાન દરવખતે એમને પોતાને પણ રમવા નો સોખ છે ...એવુ ભવાયા ને જણાવતા ...ભવાયા એમ કહે છે કે ભાઇ તારી અમારી સાથે રમવાનો ભાવ છે એને અમે સમજી છી પણ જવાન આ રમવા માટે તો ઘણા સમવાદ ને મોઢે કરવા પડે ...છેલ્લે ભવાયા ઓ એ આને રાજા ભરથરી નો વેશ આપી ને સમાધી એ ૐ નમો શિવાય નો મંત્ર બોલવા આપી ને પાત્ર ભજવવા માટે આપયુ ને જણ પાત્ર મા આયો સાધુ નો વેશ લઇ ને સમાધી મા બેઠો ને કોઇ પૂર્વ જન્મ નુ ભજન બાકી રહેતુ હોય એમ આ જવાન ને સમાધી લાગી ગઈ ...એ વખતે બાર બાર ગાઉની વાટે પણ કોઈ સમાધી ઉતારે એવા સંત નો મળતા સેવટે ગામ લોકો એ એવો નિર્ણય લીધો કે આ જવાન નુ સમાધી ના પાત્રમા અવસાન થયુ છે તો આ જવાન ને આપણે સમાધી આપવી જોઇએ .

એ જવાન ને સમાધી આપવા મા આવી ને દિવસો પર દિવસો ને વરસો ઉપર વર્ષો વીતતા ગયા ....સમય તો જતો ગયો ને એક દિવસ સાજના સમયે સમાધી પાસે શિવાલય એ એક ગિરનારી સંત ની પધરામણી થય ...ને સંતસંગ ચાલ્યો ને ભોર રાત્રી થતા સવ થાકયા પાક્યા સુવા વઇ ગયા ...પણ શિવાલય ના ઓટા પાસે ઉનાળા ના દિવસો મા સુતેલા ગીરનારી સાધુ ને ૐ કાર ના જાપ સંભળાતા ઉઘ ન આવે આખી રાત ગિરનારી સાધુ એ જાગતા વિતાવી ....સવાર પડિયે ...ગામ જાગતા હરવે હરવે સર્વ નો કામધંધા નો સમય થતા જે જીજ્ઞાસુ હતા એ સાધુ ના હાલ ચાલ કે બાપુ કોઇ તકલીફ ...પુછા કરે ....એ વખતે સંતે ફોર પાડી ને કીધું ભકતો તકલીફ તો સાધુ ના જીવન કયાય હોતી નથિ કારણ કે તકલીફો નો છેડો સાધુ થતા ની સાથે જ ફાટી જાય છે....પણ આ જગ્યા પર આખી રાત ઉઘ નથી આવી ...ભકતો કહે કેમ બાપુ ઉઘ ન આવી ? ....બાપુ ના વરતા જવાબ મા બાપુ કહે આ જગ્યા પર કોઈ જાગૃત સમાધી હોય એમ મને આખી રાત ૐ કાર શબ્દો ના સ્મરણ સંભળાતા ઉઘ નતી આવી... માટે અહી કઇક હોય એવુ મારુ મંથન કહે છે...

 હા બાપુ આ જગ્યા ની બરોબર પાછળ ની દિવાલ પાસે અહી ના જવાન ની સમાધી છે... આજથી લગભગ 12 વર્ષ પહેલાં એક વખતે અમારે આહી ભવાયા રમવા આવેલા ને અમારા ગામ નો એક જવાન ને એમની સાથે સારી મિત્રતા થઇ ગએલી ને દર વર્ષે એ જવાન ભવાયા ને કહે કે આપ મને કોઈક પાત્ર આપો ....પણ ઓલા જવાન ને કહેકે ભાઇબંધ આ ખેલ મા ઘણા સમવાદ મોઢે કરવા પડે લગભગ અમારી આમા બાર બાર મહીના ની મહેનતે અમે પાત્ર ભજવવા જેવા થઈ એ ...એટલે ભાઇબંધ એ ઘણું અઘરું છે....પણ આ જવાન ને ખરેખરો રસ લાગેલો એટલે એ કહે આપ મને મારાથી થાય એવો સામાન્ય ભજવવા દો ....સેવટે ભવાયા ના મુખ્યા ને કહી ને રાજાભરતરી નો સાધુ ના વેશ નુ પાત્ર આપ્યુ , ને એ પાત્ર નો એક મંત્ર ૐ નમો શિવાય નો શીખવી ને સાધુ ના લુઘડા પહેરાવી ને જવાન ને ખાલી રાજા ભરતરી સમાધી મા બેસે એની ભવય આપી....જવાન ભાવ નો ભકત ને કોઈ પૂર્વ જન્મનો જોગી હોય ને પૂર્વ નુ ભજન બાકી હોય એમ સમાધી મા બેઠો .....છે ને ૐ કાર ના શબ્દો પર શબ્દો નો રણકાર ચાલુ છે....

ને જીવ ખરેખર બ્રહ્મમા જતો રહે છે....સમાધી મા જવાન જતો રહે છે....ને...ખેલ પુરો થતા ભવાયા જવાન ને ઉઠાડવા ઘણી મહેનત કરે છે પણ જવાન ઉઠતો નથી ....ગામ આ જોઈ ને કહે છે કે જવાન ને સમાધી નહી ને વેરા ચોઘડિયું થય ગયુ ને જવાન મા હવે જીવનથી રહ્યો....ને એ સમયે બાર બાર ગાઉની વાટો સુધી કોઈ સમાધી ઉતારે એવા સંતોપણ નતા....એટલે એ જવાન ને સાધુ ના પાત્ર મા હોવાથી એને અહીંજ સમાધી આપેલી છે.....આ આખી કહાની સાભળી ને ગિરનારી સાધુ એ કીધું કે એ જવાન જીવે છે એની સમાધી આપ સવ ખોલો હુ એની સમાધી ઉતારુ છુ...પસી સમાધી ખોલી ને સમાધી ઉતારી ને જળની અંજલિ દેતા જવાન સમાધી માથી જાગે છે ને પુછે શેકે ભરથરી નો ખેલ કેટલે પહોંચ્યો ....ગામના કહે કે ખેલ ને તો માથે બાર બાર ચોમાસાં ના વાણા વાય ગયા ને તમે આ બાર વર્ષ થી આ સમાધી ના ખાડામા હતા આ ગિરનારી સંત અહી આયા ને આપનો ને આ ધ્રુમઠ ગામ નો પણ ઉધાર થયો....આ સાભળી ને જવાનનો વૈરાગ્ય વધી ગયો એ જવાન એજ ગિરનારી સંત ની કંઠી બાધી ને ચાલી નિકળ્યો....જો બાર બાર વર્ષ આ શરિર ને ભુખ કે તરૈસ ન લાગી હોય તો આ જીવન ને હવે સાધુ ની સંગમાજ જીવાય.....ગામ કહે છે ....

છેલ્લે એ જવાન દેહ પડવા ના સમયે એજ જગ્યા એ આવી ને સમાધી લિધી જયા બાર વર્ષ સમાધી મા રહ્યા હતા....એ સંત નુ નામ હૈયે હતુ પણ ઘણો સમય થી એ બાજુ ગયા નથી તો યાદ નથી રહ્યુ... પણ હાલ એને જુનુ ગામ કહે છે....ને ગોઢ પણ કહે છે...આજથી લગભગ આ કિસો 275 વર્ષ ની આજુ બાજુ નો કહેવાય છે ગામ મા ત્યા હાલ એ સમાધી ને શિવાલય નિ દેખ ભાર જગદિશ બાપુ રાખે છે....ને એમના પાસે આખી કથા ડિટેલ મા છે....એમને એ પણ કહેલું કે નવુ ધ્રુમઠ ની રચનાથય એને પણ આજે લગભગ 200વર્ષ જેવો સમય થયો છે....પણ લોકવારતા મા સમય ને આજેપણ 50 વર્ષ નોજ આકવામા આવે છે....જયારે આજ નવા ધ્રુમઠ ને 200 વર્ષ થયા તો આ ઘટના તો જુના ધ્રુમઠ ની છે ને જવાન વિશે એવુ કહેવાય છે કે આહીર કુળ નો જવાન હતો સમાધી પણ લગભગ કચ્છ બાજુ ના આહીરે બધાવી છે....પિપરી થી 5 કિમી જેટલું જ દૂર છે....ને ઘ્રાગંધ્રા થી 23 કિમી જેટલું અંતર છે....

જય અલખધણી

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें