શ્રી દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ સંપૂર્ણ માહિતી

દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ

Jul 2, 2024 - 17:24
Jul 2, 2024 - 17:37
 0  85
શ્રી દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ સંપૂર્ણ માહિતી
શ્રી દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ સંપૂર્ણ માહિતી
શ્રી દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ સંપૂર્ણ માહિતી

Dasajiya Goga Maharaj Mandir

શ્રી દાસજીયા ગોગા મહારાજ નો ઇતિહાસ

આશરે ૧૨ મા સૈકામાં હાલમાં દાસજ ગામનો સીમાડો છે. તેની આજુ બાજુ પાંચ પાંચ માઇલના વિસ્તારમાં ભાંખર કે જયાં વિર વૈતાલહરસિધ્ધ માતાજીનાં મંદિરો તેમજ ગંદાપ્રિય મસાણ ઐતિહાસિક સ્થળો હતાં અહિં એક મોટું જંગલ હતું માળવાના કોઈક રાજાએ દાસીને કેટલાક આક્ષેપો કરી હડધુત કરેલી દાસી અઢળક ધન સાથે ત્યાંથી સગાં સંબધીઓને લઈને ચાલી નીકળી અમીબા તેમ. પહે (iv) જે વાહન લઈને નીકળી હતી તે વાહનનું પૈડું આ ગામમાં ભાંગી પડયુ હતું જેથી રાત વાસો રહેવાની ફરજ પડી આ સ્થળમાં દાસીને સ્વપ્નમાં એક નગરીનાં દર્શન થયાં જયાં લોકો ખેતી વેપાર સારી રીતે કરે છે. દાસીને સા સાથીદારો સાથે રાત્રે બનેલ ઘટનાની જાણકારી અને આ જગ્યામાં આપણે કોઈ ગામ વસાવીએ તો કેવું દાન આર્થિક મદદ આપવાનું વચન આપ્યુ આ સમયના પાટણના રાજા પાસે ગામ વસાવવાની પરવાનગી મેળવી રાજાએ પ્રસન્ન થઈ કહ્યુ તમો ખુશીથી ત્યાં ગામ વસાવી રાજકરો તમારા પાસેથી કોઈપણ પ્રકારનો કર લેવામાં આવશે નહી. આ રીતે દાસીના પજ્ઞા પરાક્રમથી ગામ વસ્યું આથી દાસીના નામ પરથી દાસજ નામ રાખવામાં આવ્યુ. દસ્થા વીત્યેન ખાધતે હહિત દાસઢામ હવે શરૂ થાય છે. હાલ પુષ્પાવતી નદીના કાંઠે બિરાજમાન જાગૃત ઈષ્ટદેવ ગોગા બાપા નાગ દેવતાનો પૂર્વ ઈતિહાસ અને આ ભૂમિ પર પ્રણય કથા પ્રાપ્ત માહિતીને આધારે દાસજ ગામે ૮૦૦ વર્ષ પૂર્વ દાદાનો ઉદ્દભવ થયેલ છે.

જમનાપુર ગામ જે મહેસાણા જીલ્લામાં આવેલ છે. હાલમાં ત્યાં દાસજીયા ગોગા મહારાજનું પ્રસિધ્ધ મંદિર છે. આ ભૂમિ પર સૈકાઓ પહેલાં ગાઢ જંગલ હતું આ જંગલમાં એવી કોઈ પવિત્ર જગ્યા માં કાશીનથ મહારાજ તપ કરતા હતા. અને આ ગામના લોકો ત્યાં જઈ દર્શન કરતા અને દૂધ વગેરેનો પ્રસાદ ધરાવતા સમય જવા લાગ્યો મહાત્મા વૃધ્ધ થયા અને વૃધ્ધા અવસ્થામાં પોતાનુ શેષ જીવન કોઈ નદી કીનારે પવિત્ર જગ્યામાં જઈ તપ કરી વિતાવવું અને ત્યાંજ સમાધિ લેવી આવા દઢ નિર્ણય સાથે પોતાના વિચારો જમનાપુર ગામ લોકોને જણાવી રજા લઈ સિધ્ધપુરના હાલમાં માધુપાવડિયા સરસ્વતિ નદીના કાંઠે આવી ગયા. મહેસાણા જીલ્લાના (ટુંડાલી ગામના વતની) સંન્યાસીની સેવા કરનાર દેવરાજ રબારીને સંન્યાસી વગર એને ગમતુ નહોતું તેને નકિક કર્યુ કે ગમે તે રીતે કાશીનાથ મહારાજને વિનંતી કરી ફરીથી આ જગ્યાએ લાવવા. અને તેને સીધ્ધપતની વાટ પકડી. 

 

મહારાજ પાસે આવી પગે લાગી હાથ જોડી વીનંતી કરી કે પ્રભુ તમારા વીના જગ્યા સૂની પડી છે. આપ ફરીથી તેજ જગ્યામાં પધારો અમો આપની મરતા સુધી સેવા કરીશુ અને આપની સમાધી પણ ત્યાં બનાવી પૂજા કરીશું, પરંતુ સંતનો નિર્ણય અડગ હતો આખરે સંન્યાસી કાશીનાથ મહારાજે આવેલ દેવરાજ રબારીને નિર્ણય જણાવ્યો કે મારે હવે સિધ્ધપુરની આ પવિત્ર ભૂમિ પર શેષ જીવન વિતાવવુ છે. પણ તે ગામના લોકોને મારી ખુબ સેવા કરી છે. તેની ભાગરૂપે તને એક પ્રસાદી આપુ છું. આ પ્રસાદી સાચવીને લઈ જજે અને જયાં આપણુ સ્થાન છે. તે જગ્યાએ પાંચ ઈટોથી મંદિર બનાવી તેમાં સ્થાપના કરજે. અને પૂજા કરજે જેથી બધા સુખી થશો સંન્યાસિજીએ દેવરાજ રબારીને કહ્યુકે હું તને પ્રસાદી રૂપે કરંડિયામાં જે વસ્તુ આપુ છુ તે તારે ખભે મુકી સાચવીને લઈ જવાની રસ્તામાં કયાંય રાત્રે રોકાવાને થાય તો આ કાવડ નીચે જમીન પર મુકવાની નહી. વિસામો કરવો હોય ત્યાં ઝાડ સાથે અથવા ખીલી પર લટકાવી દેવાની અને તારા ગામે પહોંચી ઉપર મુજબ વિધી કરી સ્થાપના કરજે, ભકત તો ખુશ થઈ ગયો અને મહારાજને પગે લાગી આર્શીવાદ મેળવી ખાત્રી આપી કરંડીયો લઈ રવાના થયો. કરંડિયામાં મહારાજશ્રીએ ફુલો વચ્ચે નાગ દેવતાને બેસાડી કરંડિયો પેક કરીને આપેલો

દેવરાજભાઈ પગપાળા ચાલતા ચાલતા દાસજ આવ્યા હાલમાં જે ગોગાધામ છે તે જગ્યાએ તે વખતે ઉબણખાબડ ખાડા ટેકરી વાળી અને જંગલ જેવી હતી આ રસ્તેથી વિસનગર તરફ જવા ધોરી માર્ગ હતો ગામના સ્થાનિક રબારીભાઈઓ આ જગ્યામાં ગાયો ચરાવતા હતા અને ગાયોને ચરતી મુકી એક જગ્યાએ બેસી વાતો કરતા હતા સામેથી પગપાળા ખભે કાવડ સાથે ચાલ્યા આવતા તેમનીજ કોમના ભાઈને જોઈને બધા ઉભા થઈ ગયા અને ત્યાંતો ગુરાતની જે પરોણાગત છે તે રીતે અતિથીદેવોભવની લાગણી સાથે માન ભેર સનમાન કર્યું અને ખબર અંતર પુછયા કયાંથી આવો છો અને કર્યાં જવુ છે અહીં વિસામો કરો શિરોમણી કરો પરંતુ દેવરાજભાઈએ ચાલવાની ઈચ્છા દર્શાવી અને કહ્યુકે મારે જલદી મારે ગામ પહોંચી જવું છે. રોકાઈ શકાય તેમ નથી. અંતે બધાએ વિનંતી કરી કે મહેમાન અમારે ત્યાં ચા પાણી કરો અને ચલમ વગેરે પીઓ તરત ઘરેથી ચા મંગાવી ત્યાં સુધી બેસવા વિનંતી કરી વિધિની વિચિત્રતાઓ જોઓ નાગ દેવતાને આ ભૂમિ પર પ્રગટ થવાની ઈચ્છા હશે. ગમે તે હોય પણ વાતોમાંને વાતોમાં ગરકાવ થઈ ગયેલા દેવરાજભાઈ ભાનભુલી ગયા સંન્યાસીની શર્ત ભૂલી ગયા અને વાતોમાં તલ્લીન થઈ ગયેલા દેવરાજભાઈ કરંડિયો નીચે જમીન પર બાજુમાં મુકી બધાની પાસે બેસી ગયા નાગ દેવતાને આ જોઈતુ હતું.

ઝાડ હતું. તેની બાજુમાં રાફડો હતો આ રાફડામાં નાગ દેવતા ભરાઈ ગયા ચા પીધા બાદ ચલમ વગેરે લોકોનો આભાર માની દેવરાજભાઈ ખભે કાવડ ભરાવી રવાના થયા રસ્તામાં વિસામો લીધા સિવાય જેમ બને તેમ જલદી ઘરે પહોંચી જવુ એ રીતે ઝપાટા ભેર ચાલવા લાગ્યા યુવાન અને ખડતલ રા૨ીર બીજા દિવસે વહેલી ન ગામ આવી ગયા સંતની જગ્યાએ કાવડ ભરાવી ગામ લોકોને સંતના સમાચાર આપ્યા અને આ જગ્યામાં મોદ સ્થાપના કરી જે પ્રસાદી આપી છે. તે પધરાવી સેવા કરવી આ વ્યવસ્થા કરી પણ જયારે કડિયો ખેલવામાં આવ્યું ત્યારે ફૂલો શીવાય કંઈ નીકળ્યુ નહી તરતજ દેવરાજભાઈને આધાત લાગ્યો નકકી મહાત્માના આદેશનું પાલન નથી મારી ભૂલ રસ્તામાં થઈ અને પ્રસાદ ગુમાવી બેઠો જેવી પ્રભુની ઈચ્છા.

આ તરફ કરડિયામાંથી નીકળી નાગ દેવતા કંથેરના ઝાડ પાસેના રાફડામાં ભરાઈ ગવા પણ આ મુદ્દા પરમાત્મા હતા અને જેમને પુજાવવુ હતુ લોકોનું કલ્યાણ કરવુ હતુ જાહેર થયા સિવાય તો કોઈ સેવા કરે તેમ જા એટલે આજ ગામમાં વસવાટ કરતા રબારી કોમના માજી મીંગોદર ને સ્વપ્ન આવ્યું કે હું નાગદેવના ના ર પ્રસન્ન થયો છું, જે જગ્યાની હું નિશાની આપુ તે જગ્યાએ સવારે ગાયનું દૂધ લઈ આવજે અને મને ધરાવજે દુધ પીવા રાફડામાંથી આવીશ અને આશિર્વાદ આપીશ બધા સુખી થશો.

માજી સ્વપ્ન સાચુ છે તે જાણવા સવારે દૂધના કટોરા સાથે બતાવેલ જગ્યાએ ગયા અને કંથેરના ઝાડ પર ટોરો મૂકી નાગદેવતાને દૂધ પીવા પધારવા વિનંતી કરી મોટી મૂછોવાળા નાગદેવતા હુંફાડા મારતા રાઠો નીકળ્યા અને દૂધ પી અલોપ થઈ ગયા રાત્રે માજીને પ્રસન્ન થઈ કહ્યું કે તે જગ્યાએ મને દૂધ પાયું છે તે જગ્યાએ પણ ઈટોથી મંદિરની સ્થાપના કરજે દીવો કરીને શ્રીફળ વધેર જે અને એક ભૂવાની સ્થાપના કરજે જેની જીભના દર (હું વશીય) જે કોઈને ઝેરી જાનવર કરડે તેને મારા સ્થાનકે લાવી ભૂવાપાસે જયાં ઝેરી જાનવર કરડયું હોય જગ્યાએ ભૂવાજી પોતાના મોઢાથી ઝેરી ચૂસી લેશે અને માણસ મોતમાંતી ઊગી જશે. ભૂતકાળમાં ઝેરી જીવ કરડે તેના માટે આજ એક દવા અથવા દુવા હતી. શ્રદ્ધા સાથે કોલ આ વિધિ બધાને ફળતી હતી અને ઘણા લોક મોતના મુખમાંથી બેઠા થઈ હસતા હસતા આ સ્થાનકે થી ઘરે ગયા છે. આવા તો અનેક કિસ્સા બનેલા છે. પ્રાણના વૃધ્ધો આના સાક્ષી છે. હવે દુવા કરતાં દવા વધુ કામ કરે છે. એટલે દવાખાને પહોંચી જાય છે. પણ એક વાત ચોકમ છે જેને ઝેરી જાનવર કરડે તે વ્યકિત તરતજ ગોગામહારાજ ના દરશન કરવાની અને સુખડીની થાળી અને નારીયળનો પ્રસાદ કરે છે. અને શ્રદ્ધાથી તેને કંઈ થતું નથી આ છે. નાગદેવતા દાસજના ગોગાબાપા.

 

 

ગોગાધામ દાસજના જાણીતા અને સૌના માનીતા ગોગાબાપા

ઉપરોકત્ત ઇતિહાસ દાદાનો પ્રાગટય થવાને ઈતિહાસ છે. આ રીતે નાગદેવતાની પુણ્યભૂમિ જયદાસજીબા ગોગાના નામથી પ્રચલિત થવા લાગી દેવની કૃપાથી આજુબાજુ ગામોના લોકો કોઈને ઝેરી જાનવર કરડે અથવા સર્પદંશ થાયતો તરત આ મંદિરે આવવા લાગ્યા અને સ્થાપિત ભૂવાજી માણસને જે જગ્યા પર જાનવર કરડયું હોય તે મોઢેથી ઝેર ચુસી લેતા અને આ વિધિ થી ઝેર ઉતરી જતુ અને આ રીતે ધીરેધીરે નાગદેવતાના મંદિરની ખ્યાતિ વધવા લાગી.

નાના મંદિરમાંથી સમય જતાં થોડુ મોટુ મંદિર બનાવામાં આવ્યું. મંદિર ની વચ્ચે ગર્ભ ગૃહમાં નાગદેવ જયાં વાસ કરતા હતા અને રોજ જે રાફડામાંથી દૂધ પીવા બહાર આવતા હતા તેના પર રાફડાની વચ્ચેની જગ્ય રાખી આજુબાજુ મંદિર બનાવ્યું નાનીદેરી જેમાં ફકત પૂજારીજી બેસી પૂજા આરતી કરતા. ગામના એક પટેલ જ્ઞાતિના પટેલ મગનલાલ સેંધીદાસ સામે ગામી ભૂવાજી જેમને દાદાપર પૂરી શ્રદ્ધા હતી સાચા દીલથી નાગદેવતાની સેવા પૂજા કરતા હતા તેમને હૈયે દાદાવસી ગયા અને એમની ભકિત થી દાદા તેમને પણ ભૂવાજી તરીકે સ્થાપિત કર્યા તેઓ પણ દાદાના નામથી લોકોના કરડેલ ઝેરી જાનવરના ઝેર ઉતાર લાગ્યા દુખીયારોના દુખ સંકટો દુર કરવા દોરા બાધા આપવા લાગ્યા નિ:સંતાન માતા પિતાને ત્યાં પારણા બંધાવ્ય આ ભૂવાજીને પણ પ્રેરણા મળી અને તેમને સ્વયંમ ઘોડેશ્વરની મૂર્તિ લાવીને મંદિરમાં સ્થાપના કરી આ રીતે નાગદેવતાની સાથે ગોગા મહારાજ પૂજાવા લાગ્યા સમય દરમિયાન દાસજ ગામમાં સને ૧૯૮૦ની સાલમાં યુવક મંડળની સ્થાપના થઈ મંડળ ગામની સેવાકીય પ્રવૃત્તિઓ અને ગામના વિકાસના કામો કરવા લાગ્યું મંડળને દાદાની | પ્રેરણા મળી અને દાદાની પવિત્ર જગ્યાનો વિકાસ કરવો આ મંદિરને વિકસાવવાનો સંકલ્પ કરાયો.

પછી તો આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ ગામ લોકોનો અને ખાસ કરીને દાદાની કૃપાથી આજે સુરત જેવા મોટા શહેરમાં ધંધાર્થે સ્થાયી થયેલ છે. એવા ભાવિક લોકોનો સહયોગ પ્રાપ્ત થયો આર્થિક જેટલી મદદ જોઈએ તેટલી પૂરી પાડવા ની જવાબદારી તેમણે સ્વીકારી મંડળના યુવાન મિત્રોના જુસ્સો વધી ગયો અને બધા એક સૂત્ર પર આવી ગયા કે હવે આ જગ્યામાં મંદિરને તમામ સુવિધાઓથી ઓપ આપવો. અમે સૌ પ્રથમ એક કમેટીની રચના કરી ત્યાદ મંદિરની ખાજુબાજુની જગ્યા અને વચ્ચેનો રસ્તો સાઈડમાં નદીના કિનારે કરવો નદીમાં પાકી પથ્થરની દિવાલ ૩૦૦ ફુટ જેવી લાંબી કરી જમીન સમથળ બનાવી મંદિરની જગ્યા માટે દાદાની રજા માગી તો દાદાએ એક શએ નવીન મંદિર મંદિર બનાવવાની રજા ખાપી કે મારી રાફડાની જગ્યા થથાવત રાખવી આજુબાજુના તમો ગમે તેવુ અને ગમે તેટલુ મોટુ મંદિર બનાવો અને મોટી મૂર્તિ મુકો પણ રાહ્ડાની જગ્યા એક તસુ પણ હટાવવાની નહી આ દરમિયાન ૧૯૮૦ પછી દરવર્ષ નાગ પંચમીનો મેળો ભરાવા લાગ્યો ધીરે ધીરે મેળામાં પ્રગતિ થવા લાગી અને આજે આશરે દોઢ લાખ ભાવિકભકતો મેળાના દિવસે દાદાના દર્શને પધારે છે.

૧૯૯૬ થી આ મંદિરનો જીણોધ્ધાર કરવા અને વહીવટ કરવા ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ટ્રસ્ટે મંદિરનો વહિવટ સંભાળી લીધો આજે જય દાસજીયા ગોગા ટ્રસ્ટના નામે ચાલે છે. ટ્રસ્ટ ને જીણોધ્ધાર કરી પ્લાન નકશા કોતરણી વગેરે બનાવી નવિન મંદિર બનાવવા સત્તા આપી.

નાના મંદિની મૂર્તિ તથા પૂજા વગેરેની અલગ વ્યવસ્થા કરી મંદિરનો જીણોધ્ધાર કરવાનુ ચાલુ કર્યું સાથે સાથે ગામના અન્ય જગ્યાએ શ્રી ગણપતિ દાદાના મંદિરની જગ્યા અને સેકો જુના શીતળા માતાના મંદિરની જગ્યાઓ હતી જયાં ફકત વાર તહેવારે લોકો જતા જે મંદિરની સેવાપૂજા થતી નહોતી તે મંદિરોની પણ ગામ લોકોએ આ ગૃહને માન્યતા આપી દાદાના આ મંદિર સંકુલમાં સમાવેશ કરવાની વ્યવસ્થા કરી અને એકજ જગ્યામાં ક્રમસર (૧)જય ગોગામહારાજનું મંદિર (૨) જય ગણપતિદાદાનું મંદિર (૩) જય હનુમાનજી મહારાજનુ મંદિર (૪) જય ભૂવનેશ્વરી માતાનુ મંદિર (૫) જય શિતળા માતાનુ મંદિર આમ પાંચ મંદિરોની સ્થાપના કરવાનું નકકી કર્યુ જે સ્થાપના થતાં દાસજ ભૂમિ પંચદેવોની ભૂમિ તરીકે ઓળખાવવા લાગી.

રાજસ્થાન, બાલેસર, કિશનગઢ વગેરે શહેરોના પ્રખ્યાત ખાણોના પથ્થરો મંગાવી સારા શિલ્પી કલાકારી કારીગરોના હાથે મંદિરના પથ્થરોની કોતરણી કરાવી અંબાજીના પ્રખ્યાત આર્કટિક અને નકશી વગેરે બનાવનાર જગદીશભાઈ (સોમપુરા) ના મર્ગદર્શન નીચે મંદિરોનુ કામ પૂર્ણ કરવામાં આવ્યુ મંદિરોનુ સંપુર્ણ કામ પૂર્ણ થયા બાદ સવંત ૨૦૫૯ ના કારતક સુદ-૫ (લાભ પાંચમ) શનિવાર તા. ૯/૧૧/૨૦૦૨ થી કારતક સુદ-૭ ને સોમવાર તા. ૧૧/૧૧/૨૦૦૦ ત્રણ દિવસનો પંચ કુંડી મહાયજ્ઞ અને ૧૨૧ કુંડી અતિરૂરૂ પજ્ઞ કરી પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો આ ઉત્સવમાં લોકો દર્શનાર્થ પધારે અને લાભ લે તે માટે સુરતમાં વસતા યુવાનોએ રથ બનાવ્યો અને રથ સાથે સુરત તથા અહીના મહેસાણા જીલ્લામાં ફરી ફરી પ્રચાર કર્યો પ્રચાર પ્રસારણ માધ્યમોથી ઘરેઘરે દાદાના દર્શને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યા આ પ્રસંગે ખૂબ ધામ ધૂમથી ચાલ્યો દિવસમાં આશરે છ થી સાત લાખ લોકોએ દર્શનનો ઉત્સાહ અને ઉમંગભેર ભાગ લીધો આર્થિક મદદ પણ જુદા જુદા ફંડફાળામાં મળી, આર્થિક મદદ મળવાથી કામ કરવાની હિંમત આવી અને જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરી એક યજ્ઞ શાળાપણ સુરતના શકિત યુવક મંડળના સહયોગથી બનાવવામાં આવી જે યજ્ઞ શાળામાં એક સાથે ચાર યજ્ઞ કરી શકાય મોટો યજ્ઞ કરવો હોય તો મંડળની સન્મુખ એક યજ્ઞની કુંડી પણ બનાવી બીજી અનેક સુવિધાઓમાં મોટો હોલ બનાવવામાં આવ્યો જેમેં સભા મિટીંગો લગ્ન જેવા પ્રસંગો થઈ શકે સભાખંડ બનાવવામાં આવ્યો બે જગ્યાએ રસોડા બનાવવામાં આવ્યા જેમાં આશરે ત્રણ ચાર હજાર માણસો જમી શકે તેવા વાસણો સાથેની વ્યવસ્થા કરવામાં આવી નાના મોટા રૂમો બનાવવામાં આવ્યા જેમાં લોકો રાત્રી રોકાણ પણ કરી શકે પાણીની સુંદર પરબ બનાવવામાં આવી અને શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી સંસ્થા તરફથી કાયમી ધોરણે લેકોને શ્રીફળ પ્રસાદ મળી રહે તે સારૂ શ્રીફળનો સ્ટોલ બનાવવમાં આવ્યી મહારાજના ફોટા ભજનોની કેસેટ ઈતિહાસ અને અન્ય સામગ્રી વેચાણમાં હોળયરી સ્ટોર બનાવવામાં આવ્યા.

ઉપરોકત સુવિધાઓ સંસ્થા તરફથી કરવામાં આવી છે. જે દિવસે કા. સુદ-૭ ના દિવસે રોજ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ૧૨/૩૯ કલાકે જયારે મૂર્તિ પધરાવી તે પહેલા બધાજ દેવોની પ્રત્યક્ષ હાજરી જોવા મળી દાદાના તેજ સ્થળે અગ્નિદેવ જળદેવ વાયુદેવ ની હાજરી જોવા મળી બરાબર ૧૨/૩૯ મીનીટે આકાશમાંથી અમી છાટણાં થયા વર્ષા થઈ આના સાક્ષી ખુદ અમે છીએ. પૂજય ગોગા બાપા દાસજીયા ગોગા મહારાજે ભૂતકાળમાં અનેક વિધ પરચાઓપૂરી લેકોના દીલમાં સ્થાન લીધુ છે. દુખીયારાના દુખો દૂર કર્યો છે. નિઃસંતાન લોકોને ત્યાં ઢળતી ઉંમરે પારણા બંધ્ધાવ્યા છે. ગામના લોકો આ દેવને કેમ કરી ભૂલી શકે? તેમના આર્શિવાદથી પાટીદાર કોમના સીત્તેર થી એસી ટકા લોકો આજે સુરત જેવા શહેરમાં ધંધાર્થે માલ મિલકતો સાથે સ્થાયી થયેલ છે. અન્ય કોમના લોકો પણ ઘેરઘેર એમની પૂજા કરે છે. સવાર સાંજ આરતી કરે છે. અને ગમે તેવા સંકટમાં પૂજય દાદાના આંગણે આવી દુઃખ દુર કરવા વિનવે છે. દાદા પૂરી શ્રધ્ધા અને ભકિત થી આવેલ ભક્ત ને કદાપિ નિરાશ કરતા નથી.

 

સંસ્થા હાથ જોડી વિનંતી કરો કે દાદા મારૂ આ દુઃખ દુર કરો મને આ સંકટમાં થી ઉગારો સારા ના સૂરોથી દાદાને રીજવશો તો ચોકકસ દાદા તમારૂ દુ:ખ દુર કરશે તમને સહાય કરશે દાદાને રીજવવાની જે રીત ભાત છે. તેનું વર્ણન પાછળથી આ લેખમાં આવશે. પાંચ પચ્ચીસ ભકતોની આવવાની શરૂઆત થઈ હતી જેમ જેમ દાદાની ખ્યાતિ વધી, લોકો જે

શ્રધ્ધા સાથે આવતા એની મનોકામના પૂર્ણ થવા લાગી ધારેલા કાર્યમાં સફળતા સાંપડવા લાગી તેમતેમ ભકતોની તારો વધવા લાગી દાદાના કોઈ પણ તહેવારમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓની અવર જવર વધી અને આમાં હૃદય થી નમવા લાગ્યા જેના ફલ સ્વરૂપે સંસ્થાનો વિકાસ રોકેટ ગતિથી ચાલવા લાગ્યો દેને વખત શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે બધીજ જરૂરીયાતો સચવાય તેની વહીવટદારોને સતત ચિંતા થવા લાગી અને બધી અગવડતાઓ ધીરે ધીરે દૂર થવા લાગી જયાં દાદાનો વાસ છે. એવી દાસજની પવિત્ર ભૂમિ પર વઅને દાસજના લોકોએ ભૂતકાળમાં સમગ્ર ગામ પર આવી પડેલ આફતોથી સંકટો માંથી ઉગાર્યા છે. વડીલોના મુખ ચાલ્યા આવતા વાતોના પુરાવા છે. (૧) એક વખત તીડોનુ ટોળુ આકાશ માર્ગે ઉમટી પડયાનું કહેવાય છે. જેથ ખેતીવાડી હોય અને તીડોનું ટોળુ ઉતરી સમગ્ર પાક નષ્ટ કરી નાખે આ આફતમાંથી ગામને ઉગારવા બધા ગોગ બાપાને વિનંતી કરવા લાગ્યાઅને બધાએ ગામને ઉગારી લીધું દાસજ ગામની ભૂમિ પર એક પણ તીડ સમગ્ર પાક બચી ગયો આ ચોકસ જોયેલ અનુભવની ના ઉત વાત છે. (૨) જુના વખતમાં હાલની જેમ દવાખાનની વ્યવ નહોતી તેમાં પણ જાનવરો માટે તો કોઈજ વ્યવસ્થા નહિ આવા સંજોગોમાં ચોમાસાની સીઝનમાં કોઈ એવા રોગના ભરડામાં પશુધન આવી ગયું ઘેર ઘેર જાનવરો ટપોટપ મરવા લાગ્યા કોઈ ઉપાય નહિ લેકોએ દોડીને દાદાનું શરણ લીધુ દાદા અમોને આ સંકટમાંથી ઉગારો અમારૂં અને અમારા પરિવારનુ ગુજરાન પશુધન પર છે. જેથી અમને આપ જ ઉગારી શકો છો. લોકોએ બાધા આખડીઓ લીઘી પુરૂષ લોકોને બેનો હાયમ પહેરે છે તે હાથી દાંત ના બલૈયા હાથે પહેર્યા ઘી દૂધ ચોખા ન ખાવની બાધાઓ લીધી દાદાએ આ આફતમાંથી પણ ગામને બચાવી લીધું પશુધન દાદાના આર્શીવાદથી બચી ગયું . (૩) ગામમાં વિન રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠ મહોત્સવ જાણીતા વિજ્ઞાન શાસ્ત્રીજી નરહરી શાસ્ત્રીજી ને હાથે યજ્ઞ થવાનો સમગ્ર તૈયરી થઈ મંડપ વગેરે રોપાઈ ગયો બ્રાહ્મણ શાસ્ત્રી આવી ગયા મંડપમાં દેવોની સ્થાપના થઈ ગઈ સમગ્ર તૈયારી પૂર્ણ થયા બાદ રાત્રે એકા એક વાવાઝોડું ઉમટ્યુ તોફાની પવન ફુંકાવા લાગ્યો મંડપ વેરવિખેર થયો રાત્રે બીજી ઘટતા બની જયાં બ્રાહ્મણ દેવતાઓનોઉતારો હતો ત્યાં શાળાની પઢારી બધા ભૂદેવો સૂતા હતા મુખ્ય આચાર્યના પુત્ર પથારીમાં છેલ્લે સાઈડ પર સૂતા હતા અચાનક જ આ ભાઈ બૂમો પાડવા લાગ્યા મને કંઈક ઝેરી જાનવર કરડયું નાગદેવતાએ માઈના પગે સંપદર્શ દિધેલ બધા ભેગા થઈ ગયા સૌપ્રથમ ગોગામહારાજના ભૂવાજી પાસે ઝેર ઉતારવા લઈ ગયા ઝેર ઉતર્યુ નાકે યુવાન છોકરો બધાને ગભરાટ થયો તરત ઊંઝા દવાખાને લાવવામાં આવ્યો દવાઓની સારવાર આપવા છતાં ર ઉતર્યું નહી શરીર ફીકું પડવા લાગ્યું કોઈ બુધ્ધિજીવી ભાઈએ કહ્યું કે દાસજીયા ગોગા મહારાજ ના શરણે દાસજ ગામે જાઓ તેને ઉગારશે કરી ભૂવાજી પાસે ગયા શાસ્ત્રીજી મહારાજ કરગરી પડયા ક્ષમા માગી કબુલાત કરી કે આ શુભ કાર્યમાં ગોગા મહારાજને સ્થાન આપવામાં આવેલ નથી અને આ બધુ શાસ્ત્રીજીએ પોતાન ગામના અહંકારી સ્વભાવને લીધે કરેલું અહીં રામજી મંદિરની પ્રતિષ્ઠા છે. ગોગા મહારાજને કોઈ સ્થાન ન હોય દાદા કોપાયમાન બન્યા અને પરચો દેખાડયો અંતે કરગરી પડવાથી અને પોતાની ભૂલ સ્વીકારવાથી દાદા રીઝાયા ભૂવાજીએ ઝેર ચૂસી લીધું યુવાન બેઠો થયો અને પ્રસંગ રંગે ચંગે પાર પાડયો આ છે દાદાનો પરચો.

મુંબઈ જેવા મહાનગરમાં એક ધનાઢય શેઢે રહે સર્વ વાતોથી સુખી તેમના ત્યાં દાસજ ગામનો એક મનોરભાઇ નામે વ્યકિત રોજી રોટી માટે કામ કરે આ શેઠના હાથને કોઈ ભૂલ થઈ હોય કે ગમે તે પણ હોય પ એમના એકના એક છોકરાને પોતાના રહેઠાણથી નાગે ડંખ દીધો આખા શરીરમાં ઝેર પસરવા લાગ્યુ લોકો ભેગ થઈ ગયા આ સમાચાર મળતાં દાસજ ગામનો મનોર પણ ઘેરે દોડી આવ્યો આવતાની સાથે જ એણે જય ગોગા મહારાજનુ સ્મરણ કર્યુ અને કહ્યું કે હે મહારાજ તમે હાજર હોત તો મારા નાના શેઠ બચી જાત એણે દાદાની માનત માની લીઘી દર્શન કરાવવાનો સંકલ્પ લઈ લીધો અચાનક તેના શરીરમાં ધ્રુજારી આવી મહારાજનો તેના શરીરમાં પ્રવેશ થયો અને ભાસ થયો કે જયાં મેં ડંખ દીધો છે તે જગ્યાએ તારા મોઢેથી ઝેર ચૂસી લે તને કંઈ થાય નહી કલ્પના સાથે જ તેણે છોકરાને સૂવડાવવાની આજ્ઞા કરી અને કહ્યું કે મારા દાસજીયા ગોગા મહારાજ તમારૂ સ્મરણ કરી ઝેર ચૂનુ છું સહાય કરજો ઝેર મોઢાથી ચુસી લીધુ થોડી વારમાં યુવાન આળસ મરડી બેઠો થઈ ગયો શેઠ ભાવ વિભોર બની ગયા અને નોકરના પગમાં પડી ગયા આભાર વ્યકત કર્યા મોટી નોકરી અને વધુ પગાર આપવાની જાહેરાત કરી અંતે મનોરે શેઠને કહ્યું કે શેઠ મારે કંઈ જોઈતું નથી આતો મારા દાસજીયા ગોગા મહારાજની કૃપા છે ફકત બની શકે તો આટલું કરજો આ જગ્યામાં જય દાસજીયા ગોગા મહારાજનું નાનુ મંદિર બનાવી નાગ દેવતાની મૂર્તિની સ્થાપના કરી દરરોજ પૂજા કરજો તેઓ ચોકકસ તમને ફળશે શેઠે તેમ કર્યુ અને સુખી થયા જે જગ્યા એ મંદિર બનાવ્યું ત્યાંથી રેલ્વે લાઈન નાખવાનુ શરૂ થયુ આ મંદિર હટાવવાની ફરજ પડી અંગ્રેજોના એ વખતના શાસનમાં જયારે મજૂરો મંદિર તોડવા લાગ્યા નો બધેજ નાગજ નાગ નિકળવા લાગ્યા મંદિર યથાવત રાખવાનુ નકિક થયું અને રેલ્વેને વળાંક આપી દૂર લાઈન નાંખવામાં આવી આ છે દાદાના પરચા. આવાતો અનેક વિધ પરચાઓ દાદાના છે. વ્યકિતગત અને જાહેર સમગ્ર ગામ માટે દાદાએ કૃપા કરી છે. કરે છે અને કરતા રહેશે દાદાના કામ કાજ એવા છેકે દાસજનો અગર બહારગામનો જે તે દાદાની કૃપા પ્રાપ્ત થઈ છે દુનિયાના ગમે તે ખૂણે વસતા લોકોએ પણ ત્યાં બેઠા દાદાના આર્શિવાદ મેળવ્યા છે આ દેવની કૃપા જ કંઈ અનેરી છે. ધન્ય છે આ દાદાને આજે સુંદર મંદિર તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે મંદિર સંકુલમાં અન્ય દેવી દેવતાઓના મંદિરો ગામથી અંતર સુધીનો પાકો રસ્તો તમામ સુવિધાઓ યુકત મંદિર ગામની શોભામાં ચાર ચાંદ લગાવી શોભી રહ્યુ છે હજી ઘણી સગવડો વ્યવસ્થા કરવાની બાકી છે જેમ જરૂરિયાત ઉભી થાય છે તેમ કાર્ય થતુ રહે છે મંદિરની પ્રગતિ મંદિરની આર્થિક પ્રગતિનો રેસીયો દર વર્ષ વધતો રહે છે. આના ઉપરથી ફલીત થાય છે કે જગતના સર્જન હાર આ દાદામાં લોકોમાં કેટલી શ્રધ્ધા બેઠી છે આ શ્રધ્ધા કાયમી જાળવી રાખવી ભકતોનુ કામ છે અહંકાર વિના કામ કરવું અને કોઈ પણ કાર્ય દાદાના હિતમાં છે દાદા માટે છે મકતો માટે છે એમ સમજી આયોજકો એ પણ વિના અહંકારે કાર્ય કરવું એજ દાદાને પ્રાપ્ત કરવાની સીડી છે.

જે કંઈ સેવા છે દાદાના ચરણોમાં અર્પણ છે નિસ્વાર્થ પણે અહંકાર અભિમાન સિવાય દાદાના આ કાર્યમાં ઓત પ્રેત બની જન સેવા એજ પ્રભુ સેવા” સિધ્ધાંત અપનાવી કાર્ય કરશો તેને દાદાના આર્શિવાદ અવશ્ય ફળશે.

આ દાદાના ઉદ્ભવ કાળથી અત્યાર સુધી જે કોઈ ભકત જનોએ પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે કંઈ પ્રકારે સેવા આપી છે. એવા દરેક ભકતજનોનો સંસ્થા અંતઃકરણ પૂર્વક આભાર માને છે. જયાં સુધી આ ભૂમિ પર સૂર્ય-ચંદ્ર નું તેજ તપી રહ્યું છે તેજ રીતે દાસજની આ ભૂમિ પર જય દાસજીયા ગોગા મહારાજનું નામ પણ અમર બને એજ દાદા પાસેની સાચા મનની પ્રાર્થના.

 

 

વર્ષ દરમ્યાન દાદાના ઉજવાતા ઉત્સવો

(૧) નૂતનવર્ષ કારતક સુદ-૧ ના રોજ મંદિરને સાફકરી ધજા ચઢાવવી અને દાદાના દર્શન કરવા આશિવાદ લેવા અને પોતાના ધંધા રોજગાર માટે પરિવારની સુખાકારી માટે કલ્યાણના કાર્યો કરવાની પ્રેરણા લેવા ગામના અને પરગામના અબાલ વૃધ્ધ સર્વે દર્શનાથે આવે છે. દાદાના ચરણોમાં નમસ્કાર કરી એક બીજાને ભેટે છે. ખબર અંતર પૂછે છે પ્રસાદ લે છે. દાદાના ચરણોમાં યથા શક્તિ દાનભેટ આપે છે. આ રીતે મંગલકાર્ય કરવાના શુભ આશિર્વાદ મેળવી વિદાય લે છે. આમ એકમથી લાભ પાંચમ સુધી દર્શનાર્થીઓનો અવીરત પ્રવાહ ચાલુ રહે છે.

(૨) લાભ પાંચમના દિવસે મોટી સંખ્યામાં ભકતો ઉમટે છે વર્ષ દરમિયાન પાંચમ ભરવાનો સંકલ્પ લઈને જનાર

ભકતો પણદર્શને ઉમટી પડે છે. પોતાના પશુધનની સુખાકારી ઈચ્છતા ખેડૂત ભાઈ બહેનો પણ દૂધની બરણીઓ ભરી દાદાને ચરણે દૂધની પ્રસાદી ધરાવે છે. આ દૂધમાંથી ચા બનાવી ભકતજનોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. સદાવ્રતનો પ્રસાદ લે છે.

(૩) કારતક સુદ-૭ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ દિવસની યાદગીરી રૂપે દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે. બ્રાહ્મણુ દ્વારા તે દિવસે સંસ્થા તરફથી દાદાનો યજ્ઞ કરવામાં આવે છે. અને બ્રાહ્મણો સાથે ભોજનનો પ્રસાદ લેવામાં આવે છે.

(૪) દરમાસની સુદ-૫ ના રોજ દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે. સવારથી સાંજ સુધી હજારોની સંખ્યામાં દર્શનાથી પધારે છે બધાને દર્શન કરવાની સુંદર સગવડ આપવામાં આવે છે. દાદાનો પ્રસાદ ચા વગેરે આપવામાં આવે છે. અને બપોરના જમવાના ટાઈમે આવનાર ભકતને સદાવ્રતમાં ભોજનના મૂલ્યે આપવામાં આવે છે.

(૫) દાદાના પટાંગણમાં બનાવેલ યજ્ઞ શાળામાં યજ્ઞો પણ અવાર નવાર થાય છે. દિવાળી તથા ઉનાળાની સીઝનમાં એક સાથે ચાર-ચાર યજ્ઞ થાય છે. આ યજ્ઞ દાદાની કૃપા છે અને મેળવેલ ફળની પ્રાપ્તી ના સંકલ્પના થાય છે. જે બતાવે છે કે દાદાની ભકતો પર કેટલી કૃપા છે.

(૬) દાદાનો ખાસ ઉત્સવ એટલે ઉજાણી આ ઉત્સવ એક અનેરો ઉત્સવ છે. જેમાં દાદાએ ગામના હિન્દુકોમના લોકોને દાદાની સેવા પ્રવૃત્તિમાં એવા આવરી લીધા છે કે જયાં સુધી સૂર્ય-ચંદ્ર તપતા છે ત્યાં સુધી દાદાની આ સેવા કાયમ રહે એજ સૂત્ર જુનુ કાઢવુ નહિ નવું કરવું નહિ આ રીતે ઉજાણી ઉત્સવ દાસજ ગામે એક આગવી શૈલીથી ઉજવાતો હોય છે. આ ઉત્સવ વિશેનો ઈતિહાસ જોઈએ.

ગામના દાદાના સ્થાપિત ભુવાજી પાસે ગામના લોકો ભેગામળી ભાદરવા સુદ-૭ ની રાત્રે જાય છે. અને દાદાની ઉજાણી કયારે કરવી તે માટે રજા મેળવે છે. દાદા પોતાની પ્રણાલી મુજબ દિવસ નકકી કરે છે. ફકત બે દિવસ માંથી ૧ દિવસ સુદ થતાં ૮ અથવા ૯ ના દિવસે ઉજાણી કરવી. ઉજાણીથી દિવસ નકકી થતાં બધા આનંદ ઘેલા બની જાય છે. અને ઉજાણી ઉજવવા ઝુમી ઉઠે છે. ગામની બહેનો ધરેથી છૂટા લાડુ માટેનું ચુરમુ બનાવે છે. અને સાથે ખીચડી બનાવવાની સામગ્રી લે છે. એક ડેલીમાં બધી રસોઈની વ્યવસ્થા લઈ શુક્ષ્મ મુતમાં મા તોરણ બહાર જાય છે. ત્યાં જમીન ઉપર માટીના ચુલા બનાવે છે. અને તેના ઉપર ખીચડી રાંધે છે. ભોજન મ થયા બાદ સ્વચ્છ જગ્યામાં બેસી પરિવાર મિત્ર મંડળ સ્નેહિજનો સાથે આનંદ કિલ્લોલ કરતાં ભોજન જમે છે. દાદાના નામનો આ પ્રસાદ અને ચુલાપર બનાવેલ ખીચડીનો તે દિવસનો સ્વાદ જ કંઇક અનેરો હોય છે. જાણે નવરી મીઠાસ.

ત્યારબાદ સાંજના શુભ મુર્હુતમાં ગામના પ્રવેશદ્વારે નવીન તોરણ બાંધવામાં આવે છે. બહેનો પોત પોતાની સૂડલીઓ ઉપાડી તોરણ નીચેથી પસાર થાય છે. દાદાજીના ભુવાજી દરેકને આશીવાદ આપે છે. બહેનો ચોખાથી દાદાને વધાવે છે. અને સુંદર ગીતો ગાતા ગાતા ઘરે જાય છે. હવે કાયમી કરવાનું કરબઠું વીઘી છે. તે રાત્રે થાય છે. દાદાની પ્રેરણા કે કહો કે ડર હશે પણ દાદાની આ (કરબઠું) કાર્ય કરવા માટે કોઈ સભા કરવામાં આવતી નથી પણ કોઈને આમંત્રણ આપવામાં આવતુ નથી. દાદાનો એક આદેશ છે તેનું પાલન કરવાનુ છે અને પોતાની નૈતિક જવાબદારી સમજી દરેક જ્ઞાતિના લોકો હાજર થઈ જાય છે. આ એક એવો પ્રસંગ છે. જયાં બીનબુલાયે મહેમાનની જેમ ફટાફટ બધા આવી જાય છે. અને પોતાની ફરજ બજાવે છે. આ છે દાદાના કાર્યની એક વિશિષ્ટતા

જયાં તોરણ બંધાય છે ત્યાંથી બધા ભેગા થઈ દીવા પ્રગટાવે છે. ગામના એક જ્ઞાતિના લોકો પૈકી એ માતાજીના ભુવા તરીકે સ્થાપિત હોય તે પ્રગટાવેલ દીવામાં પોતાની જીભ પર તરવારથી કાપો કરી પોતાના લોહીન આહુતિ દીવામાં આપે છે. ત્યાંથી કાચા સૂરતનો દોરો અને દૂધની ધાર સાથે ગામ ફરતે ધારેવાડી દેવામાં આવે છે. ગામની ફરતે બે ગણી જગ્યાઓજયાં સ્થાપિત કરેલ છે. તે દેવી મંદિરોમાં પણ ભૂવાની પોતાની જીભપર તલવારથી કાપ કરીદીવામં લોહીની આહુતિ આપે છે. બધી જગ્યાએ ભૂવા અલગ હોય છે ગામના નકકી કરેલા ચોકમાં એ ભેગા થાય છે લીલા લાકડામાંથી બનાવેલ રથને શણગારવામાં આવે છે તેના પર મોટીવાર બનાવી કપાસ ભરી દીપ પ્રગટાવવામાં આવે છે. માતાજીના ભૂવાશ્રી આહુતિ આપે છે. ઢોલ નગારા ને શરણાઈના સૂરો વચ્ચેબધા નાચતા નાચતા રથ લઈને દોડે છે અને પૂર્વ દિશામાં જયાં દાસજ ગામની સીમ પુરી થાય અને બીજા ગામની સીમ ચાલુ થાય ત્યાં મુકી આવે છે. ગામમાંથી બનાવી લાવેલ સુખડીનો પ્રસાદ બધા આરોગે છે અને નવા વર્ષની ઉજાણી જલ્દી આવજો શુભ આશીષ સાથે પોત પોતાના ઘરે જાય છે.

શ્રાવણ સુદ-૫ નાગપંચમીનો ભવ્ય મેળો દાદાના મંદિરે ભરાય છે. સંસ્થા તરફથી ભકતજનોને દર્શનની અને અન્ય કોઈ તકલીફના પડે તે સારૂ પહેલાથી વ્યવસ્થામાં લાગી જાય છે અને બધી તૈયારીઓ પૂર્ણ કરે છેમેળાના દિવસે જયાં પાંચ પચ્ચીસ માણસો દર્શને આવતાં હતાં ત્યાં આજે લાખોની સંખ્યામાં સવારથી સાંજ સુધી દર્શનાર્થીઓની ઉમટી પડે છે. ૨ કી.મી.ના રસ્તામાં વાહનો પાર્ક કરવાની પણ જગ્યા રહેતી નથી દર્શન માટે લાંખી લાઇનોની વ્યવસ્થા કરવામાં આવે છે છતાં પોણો કલાકે દર્શન કરવાનો સમય જાય છે પરંતુ દાદાની કૃપાથી તે દિવસે લોકો નિચિંત રહી દર્શન કરે છે

લોકમેળો ભરાય છે ભાતીગળ અલગ અલગ પહેરવેશમાં અને બધી જ જાતની ચીજ વસ્તુઓ વેચવા પોતાની રોજીરોટી કમાવવા લોકો તમામ પ્રકારની દુકાનો બનાવે છે. સંસ્થા તરફથી આખો દિવસ પ્રસાદ, ઠંડા પાણીની પરબોની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે કાયદો વ્યવસ્થા સિકયોરીટી વ્યવસ્થા અને સ્વયંસેવકોની મદદ લેવામાં આવે છે ગમે તેટલો પરિશ્રમ પડે છતાં ભકતોની સેવા કરવા આખા ગામના યુવકો લાગી જાય છે આ દિવસે અમાર ગામના મોટી સંખ્યામાં સુરત ખાતે વસતા ભાઈ બહેનો પણ દર્શન માટે નાગપંચમીના દિવસે અચૂક આવે છે દાદાના દર્શન કરે છે આશિર્વાદ મેળવે છે.

કોટી કોટી વંદન દાસજીયા ગોગ મહારાજને આપના આશીર્વાદ હંમેશા ભકતો પરે ઉતરે આપનામાં લોકોની શ્રધ્ધા વધે અને ભકતોના દુઃખ દર્દો દૂર થાય. મનોકામના પૂર્ણ થાય સમગ્ર સૃષ્ટિમાં આપની ખ્યાતિ વધે એવી અંત કરણ પૂર્વક પ્રાર્થના. બીજા ગામમાં ભૂવાજી અને તે ગામામ પણ જય દાસજીયા ગોગા મહારાજનું મંદિર છે એમના પાસેથી મળતી આધારભૂત માહિતી પ્રમાણે આશરે સાતસો આઠસો વર્ષ પૂર્વે દાસજ ગામે ગોગા મહારા

જનું પ્રાગટય થયુ.

વધું માહીતી માટે Official website dasajiyagogamaharaj.org

દાદા સૌની મનોકામના પૂર્ણ કરે

 Dasajiya Goga Maharaj Mandir

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें