બૃહદેશ્વર મંદિર તાંજોર નો ઈતિહાસ Brihadeeswarar history Gujarati

બૃહદેશ્વર મંદિર તાંજોર નો ઈતિહાસ

May 27, 2024 - 15:55
May 27, 2024 - 16:25
 0  1584

1. બૃહદેશ્વર મંદિર તાંજોર નો ઈતિહાસ

બૃહદેશ્વર મંદિર તાંજોર નો ઈતિહાસ

બ્રૂહદેશ્વર અથવા બ્રુહદીશ્વર મંદિર વિશ્વનાં પ્રમુખ ગ્રેનાઈટ મંદિરોમાંનું એક છે. આ મંદિર તામિલનાડુનાં તાંજોર જીલ્લામાં સ્થિત પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તામિલ ભાષામાં એને બ્રુહદીશ્વરનાં નામે સંબોધિત કરવામાં આવે છે. આ મંદિર ૧૧મી સદીનાં આરંભમાં બનવવામાં આવ્યું હતું. આ મંદિર ચોળ શાસકોની મહાન કલાનું કેન્દ્ર રહ્યું છે. આ ભવ્ય મંદિર વિશ્વ ધરોહરના રૂપમાં ઓળખવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત બ્રુહદીશ્વર મંદિર શૈવધર્મનાં અનુયાયીયો માટે પવિત્ર સ્થાક્લ રહ્યું છે

2. સ્થાપત્ય કલા

સ્થાપત્ય કલા

બ્રુહદેશ્વર મંદિર ચોલ વાસ્તુકલાનું શાનદાર ઉદાહરણ છે જેનું નિર્માણ ચોલ શાસક મહારાજા રાજારાજ પ્રથમનાં રાજ્યની દરમિયાન કેવળ પ વર્ષની અવધિમાં (ઇસવીસન ૧૦૦૪ અને ઈસવીસન ૧૦0૯ દરમિયાન )નિર્મિત કરવામાં આવ્યું હતું. એમનાં નામ પરથી જ આને રાજરાજેશ્વર મંદિરનું નામ આપવામાં આવ્યું હતું !!! રાજરાજા પ્રથમ ભગવાનનાં પરમ ભક્ત હતાં જેને કારણે એમણે અનેક શિવ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું જેમનું એક બ્રુહદીશ્વર મંદિર પણ છે. આ વિશાળ મંદિર પોતાનાં સમયની વિશાળતમ સંરચાનાઓમાં ગણાતું હતું !!!

સ્થાપત્ય કલા

બ્રુહદેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત એક ભવન છે અને અહીં એમણે ભગવાનનું નામ પોતાનાં પરથી રાજ રાજેશ્વરમ ઉડયાર રાખ્યું છે. આ મંદિર ગ્રેનાઈટથી નિર્મિત છે અને અધિકાંશત: પથ્થરનાં મોટાં ખંડ એમાં ઇસ્તેમાલ કરવામાં આવ્યાં છે. આ શિલાખંડ આસ પાસ ઉપલબ્ધ નથી એટલાં માટે એને કોઈ દુરનાં સ્થળેથી લાવવામાં આવ્યાં હતાં !!! આ મંદિર એક ફેલાયેલું અંદરુની પ્રકારમાં બનવવામાં આવ્યું છે જે ર૪૦.૯૦ મીટર લાંબુ (પૂર્વ-પશ્ચિમ) અને ૧રર મીટર પહોળું (ઉત્તર- દક્ષિણ) છે .... અને આમાં પૂર્વ દિશામાં ગોપુરમ સાથે અન્ય ત્રણ સાધારણ તોરણ પ્રવેશ દ્વાર પ્રત્યેક પાર્શ્વ પર અને રીજો પાછલાં માથે છે પ્રકારનાં ચારે બાજુ પરિવારાલયની સાથે બે મંજિલા માલિકા છે !!!

 

3. વિશેષતાઓ

વિશેષતાઓ

એક વિશાલ ગુંબજના આકારનું શિખર અષ્ટભુજાવાળું છે અને એ ગ્રેનાઈટનાં એક શિલાખંડ પર રખાયેલો છે તથા એનો ઘેરાવો ૭.૮ મીટર અને વજન ૮૦ ટન છે. ઉપ પિત અને અદિષ્ઠાનમ અક્ષીય રૂપથી ર્કાહ્યલી છે બધી જ ઇકાઈઓમાટે સામાન્ય છે જેમ કે અર્ધ્યાહ અને મુખ મંડપ તથા આ મુખ્ય ગર્ભ ગૃહથી જોડાયેલા છે પરંતુ ત્યાં પહોંચવાના રસ્તા ઉત્તર -દક્ષિણ દિશાથી અર્ધ મંડપમથી થઈને નીકળે છે,જેમાં વિશાળ સોપાન છે. ઢાળવાળી પ્લીન્થ વિસ્તૃત રૂપથી નિર્માતા શાસકનાં શિલાલેખોથી ભરપુર છે જે એમની અનેક ઉપલબ્ધિઓનું વર્ણન કરે છે. પવિત્ર કાર્યો અને મંદિરો સાથે જોડાયેલી સંગઠનાત્મક ઘટનાઓનું વર્ણન કરે છે ગર્ભ ગૃહની અંદર બૃહદ લિંગ ૮.૭ મીટર ઊંચું છે. દિવાલો પર વિશાળ આકારમાં એનું ચિત્રાત્મક પ્રસ્તુતિકરણ છે અને અંદરનાં માર્ગમાં દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી અને ભિક્ષાટન, વીરભદ્ર કાલાંતક, નટેશ, અર્ધનારીશ્વર અને આલિંગના રૂપમાં ભગવાન શિવજીને દર્શાવવામાં આવ્યાં છેહઅંદરની દિવાલનાં નીચલા હિસ્સામાં ભીંતચિત્રો ચોલ તથા એનાં પછીની અવધિનાં ઉત્કૃષ્ટ ઉદાહરણ છે .....!!!

ઉત્કૃષ્ટ કલાઓને મંદિરોની સેવામાં પ્રોત્સાહન આપવામાં આવતું હતું. શિલ્પકલા અને ચિત્રકલાને ગર્ભગૃહની આસપાસ નાં રસ્તાઓમાં અને અહીં સુધીની મહાન ચોલ ગ્રંથ અને તમિલ પત્રમાં આપવામાં આવેલાં શિલાલેખ આ વાતને દર્શાવે છે કે રાજારાજનાં શાસનકાળમાં આ મહાન કલાઓએ કેવી પ્રગતિ કરી !!!

 

સરફૌજી, સ્થાનીય મરાઠા શાસકે ગણપતિ મઠનું ફરીથી નિર્માણ કરાવ્યું. તાંજોર ચિત્રકળાનાં જાણીતાં સમૂહ નાયકનને ચોલ ભીંત ચિત્રોમાં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે

4. મંદિરની મહત્વતા

મંદિરની મહત્વતા

બૃહદીશ્વર મંદિર તાંજોરને કોઈપણ ખૂણામાંથી જોઈ શકાય છે એનું વિશાળ પરિસર મુખ્ય કેન્દ્ર છે. મંદિરની ૧૩ માળની મંજિલોવાળું ભવન બધાંને જ અચંબિત કરે છે કારણકે હિંદુ અધિ-સ્થાપનાઓમાં મંજિલોની સંખ્યા કમ હોય છે પરંતુ અહીં એવું નથી !!! ભગવાન શિવની આરાધનાને સમર્પિત આ મંદિરમાં ભગવાનની ગણ સવારી નંદીની એક બહુજ મોટી મૂર્તિ પણ સ્થાપિત છે. તાંજોરનો નંદી ભારતના ચાર મોટાં નંદીઓ માનો એક છે !!! રાજારાજ પ્રથમ શૈવમતનાં અનુયાયી હતાં એમને શિવપાદશેખરની ઉપાધિ પણ પ્રાપ્ત હતી. પોતાની ધાર્મિક સહિષ્ણુતાને અનુરૂપ એમણે તાંજોરનાં રાજરાજેશ્વર મંદિર અથવા બ્રુહદેશ્વર મંદિરનું નિર્માણ કરાવ્યું તથા એની ઉપર અનેક બૌદ્ધ પ્રતિમાઓનું નિર્માણ પણ કરાવ્યું હતું. ચોલ શાસકોએ આ મંદિરને રાજરાજેશ્વર નામ પણ આપ્યું હતું. પરંતુ તાંજોર પર હુમલો કરવાંવાળાં મરાઠા શાસકોએ આ મંદિરનું નામ બ્રુહદીશ્વર આપી દીધું !!!

5. વિશ્વ ધરોહર સૂચીમાં શામિલ

વિશ્વ ધરોહર સૂચીમાં શામિલ

બ્રુહદેશ્વર મંદિર વાસ્તુકલા, પાષાણ અને તામ્રમાં શિલ્પાંકન, ચિત્રાંકન, નૃત્ય, સંગીત, આભુષણ એવં ઉત્કીર્ણકલાનો બેજોડ નમુનો છે. એના શિલાલેખોમાં અંકિત સંસ્કૃત અને તામિલ લેખ -સુલેખોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.મંદિરની ચારે તરફ સુંદર અક્ષરોમાં નકશીકામ દ્વારા લખાયેલાં શિલાલેખોની એક લાંબી શ્રુંખલા શાસકના વ્યક્તિત્વની અપાર મહાનતાને દર્શાવે છે. આ મંદિરની નિર્માણકલાની પ્રમુખ વિશેષતા એ છે કે એના ગુંબજ ઓ પડછાયો પૃથ્વી પર નથી પડતો !!! જે બધાંને જ ચકિત કરી દે છે એના શિખર પર સ્વર્ણકળશ સ્થિત છે. મંદિરમાં સ્થાપિત ભવ્ય શિવલિંગ જોતાં જ બ્રુહદેશ્વર નામને સાર્થક ક૨તી પ્રતીત થાય છે !!! મંદિરમાં પ્રવેશ કર્યા પછી ગોપુરમ એટલે કે દ્વારની અંદર એક ચૌક૨ મંડપ છે તથા ચબુતરા પર નંદીજીની વિશાળમૂર્તિ સ્થાપિત છે 

નંદીની આ પ્રતિમા ભારતવર્ષમાં એ કજ પથ્થરમાંથી નિર્મિત નંદીની બીજી સર્વાધિક વિશાળ પ્રતિમા છે. આ મંદિરની ઉત્કૃષ્ટતાને કારણે જ એને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે !!!

6. સંસ્કૃતિ

બૃહદીશ્વર મંદિરનો ઉલ્લેખ ભુવર ઉલા ઔરકલિંગથૂપારણીમાં પણ ક૨વામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આ મંદિર સામાજી વિત્તીય એવં રાજનૈતિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે.મંદિરમાં સંગીત, નૃત્ય, કલાને અનુમોદન આપવાંમાટે વિભિન્ન આયોજન કરવામાં આવતું હતું. વિશ્લેષકોનાં મતે આ મંદિર દ્રવિડિયન વાસ્તુશિલ્પનાં ચરમોત્કર્ષની કહાની બયાન કરે છે. તામીલનાડુમાં સૌથી વધારે પર્યટકો અહીં આવે છે!!! ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલની લીસ્ટમાં આ મંદિરને ઇસવીસન ર૦૦૪માં જોડવામાં આવ્યું હતું !!!

7. બૃહદેશ્વર મંદિર સાથે જોડાયેલી કેટલિક રોચક વાતો

[9] પોતાની વિશિષ્ટ વાસ્તુકલા માટે આ મંદિર જાણીતું છે.9,30,000 ટન ગ્રેનાઈટથી એનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગ્રેનાઈટ સામાન્ય રીતે આ વિસ્તારમાં કે તેની નજીકમાં ક્યાંય નથી મળતું અને એ રહસ્ય એ હજી સુધી રહસ્ય જ રહ્યું છે કે આટલી ભરી માત્રામાં ગ્રેનાઈટ ક્યાંથી આવ્યું અને એને ક્યાંથી લાવવામાં આવ્યું !!!

[૨] આ મંદિરની નિર્માણ કલાની પ્રમુખ વિશેષતા એ જોવાં મળી છે કે એના ગુંબજનો પડછાયો પૃથ્વી પર ક્યાંય નથી પડતો.જે બધાંને જ ચકિત કરીદે તેવી વાત [3] રીઝર્વ બેન્કે ૧0 એપ્રિલ ૧૯૫૪માં એક હાજર રૂપિયાની નોટ જારી કરી હતી. જેના પર બૃહદેશ્વર મંદિરની ભવ્ય તસવીર છે ....... સંગ્રાહકોમાં આ નોટ બહુજ લોકપ્રિય થઇ હતી . આ મંદિરને 9000 વર્ષ પૂરાં થવાંનાં ઉપલક્ષ્યમાં આયોજિત મિલેનિયમ ઉત્સવ દરમિયાન એક હજાર રૂપિયાનો સ્મારક સિક્કો ભારત સરકારે જારી કર્યો હતો. ૩૫ ગ્રામ વજનનો આ સિક્કો ૮૦ પ્રતિશત ચાંદી અને ર0 પ્રતિશત તાંબામાંથી બનેલો हतो !!!

 

૧૬મિ શતાબ્દીમાં મંદીરની ચારે તરફ દીવાલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.૧૯૮ ફૂટનું વિમાનં સ્તંભ દુનિયાનાં સૌથી ઊંચા થાંભલાઓમાનો એક છે. ગુબંજનું વજન જ ૮૦ ટન છે. એક જ શિલામાંથી બનેલી નંદીની પ્રતિમા ૧૬ ફૂટ લાંબી અને ૧૩ ફૂટ ઉંચી છે !!! આ પ્રતિમા દ્વાર પર સ્થિત છે. ગ્રેનાઈટથી બનેલાં આ મંદિરનાં પથ્થરો ૬0 માઈલ દુર થી લવાયાં હતાં. તામિલનાડુનાં સૌથી આકર્ષક પર્યટન સ્થળોમાં એક આ મંદિર છે !!!!

એક સ્વપ્નમાં થયેલાં અનુભવનાં આધાર પર રાજા અરુલમોશીવર્મ, જેમાં રાજરાજા ચોલા પ્રથમનામથી ઓળખાય છે. એમણે આ મંદિર પોતાનાં સામ્રાજ્યને ઈશ્વરનો આશીર્વાદ મેળવવા માટે બનાવડાવ્યું હતું એનું ભૂમિ પૂજન ઇસવીસન ૧૦૦રમાં ક૨વામાં આવ્યું હતું !!! આ મંદિર મહાન ચોલા વાસ્તુશિલ્પનું શાનદાર ઉદાહરણ છે.જ્યામિતિનાં નિયમને આધારે બનાવીને આ મંદિર બનવવામાં આવ્યું હતું. આ કાલનું મંદિર ચોલા વંશની સંપત્તિ, તાકાત અને કલાત્મક વિશેષતાનું ઉદાહરણ છે !!! રાજાનો ઈશ્વર સાથેનો ખાસ સંબંધ અને એની તાકાતને દર્શાવવા માટે મંદિરમાં અનેકો પ્રકારનાં પૂજન કરાવવામાં આવતાં હતાં. જેમ કે રાજકીય અભિષેક અને એવી જ રીતે રાજાનું પણ પૂજન રાજા શિવ ભક્ત હતાં. ચોલા સામ્રાજ્યની સોચ અને તમિલ સભ્યતાની સાથે જ દ્રવિડ વાસ્તુશિલ્પનું દ્યોતક છે આ મંદિર આ મંદિર ચોલા વાસ્તુશિલ્પ, મૂર્તિકારી, ચિત્રકારી અને કાંસાની કારીગરીનું ઉદાહરણ છે. બધાંજ ૩ મંદિરો ચોલાવંશ દ્વારા ૧૦મી અને ૧રમિ શતાબ્દીમાં બનવવામાં આવેલાં હતાં અને આ મંદિરોમાં બહુ જ બધી સમાનતાઓ છે !!!

 

ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ કહેવડાવવા પાછળનું કારણ એ છે કે આજે પણ આ મંદિરોમાં વિભિન્ન આયોજન એવં પૂજાપાઠ નિયમિત રૂપે થાય છે. રાજરાજા ચોલા પ્રથમનાં જીવન પર ખ્યાત તામિલ ઉપન્યાસકાર કલ્કિએ પોનીર્થી સેલ્વન નાની ઉપન્યાસ લખી હતી. બલાકુમારણે પણ ઉદડયારમાં રાજરાજા ચોલા પ્રથમ અને મંદિરનાં નિર્માણની બાબતમાં બતાવ્યું છે

 

 

8. બૃહદેશ્વર મંદિર રથયાત્રા

પહેલી વખત મંદિરનાં રથને વિપરીત દિશામાં સ્થિત રામાર મંદિરમાંથી ર0 એપ્રિલ ર૦૧૫નાં રોજ નીકળવામાં આવ્યો. હજારો લોકોએ આ રથયાત્રામાં ભાગ લીધો. નવ દિવસ પછી ર૯ એપ્રિલ ર૦૧૫નાં રોજ રથ ઉપર દેવતાઓની મૂર્તિઓ મુકીને એને પાછો ઘુમાવવામાં આવ્યો. આ રથયાત્રા ૧૦૦ વર્ષો બાદ નીકળવામાં આવી

દક્ષિણ ભારત આમેય ભગવાન શિવાજીનાં અવનવા મંદિરોથી જ ભરેલું છે. દરેકને એની આગવી વિશેષતાઓ છે અને એની એક અલગ જ લાક્ષણિકતાઓ છે.પોતાની આગવી સંરચાનાથી એ મંદિરો ભારતભરમાંથી જ નહીં પણ વૈશ્વિક પર્યટકોને આકર્ષે છે જ. તામીલનાડુમાં પણ રામેશ્વર જ્યોતિર્લિંગ સિવાય પણ અનેક શૈવ મંદિરો છે. પણ તાંજોરના બૃહદેશ્વર મંદિરની તો વાત જ કૈંક ઓર છે આવાં મંદિરો બધાં ખાસ જોજો અને દર્શન કરજો !!!!

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें