બાળાવાળા ભુતડાદાદા સેંજળીયા ગામ Balawala Bhutdadada

બાળાવાળા ભુતડાદાદા સેંજળીયા ગામ

Jun 24, 2024 - 12:38
Jun 26, 2024 - 18:28
 0  79

1. બાળાવાળા ભુતડાદાદા સેંજળીયા

બાળાવાળા ભુતડાદાદા સેંજળીયા

બાળાવાળા ભુતડાદાદા સેંજળીયા ગામ

સેંજળીયા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. 

ગુજરાતમાં તમે ઠેર ઠેર ભૂતડા દાદાના મંદિર અને પૂજા અર્ચના થાય છે. ખૂબજ મોટા પ્રમાણમાં શ્રી ભૂતડા દાદાના ભક્ત હોય છે. પરંતુ મોટા ભાગના ભકતજનોને શ્રી ભૂતડા દાદાની ઓળખ બાબતે કે ઉત્પતિ વિશેષ જાણકારી નથી. પ્રાચીનકાળની કથા અનુસાર શિવ પુરાણમાં દક્ષ પ્રજાપતિ દ્વારા યોજાયેલ મહાયજ્ઞમાં પોતાની પુત્રી સતી એ શિવજી સાથે લગ્ન કર્યાં હતા અને આ કારણે સતીના પિતાને ત્યાં યોજેલ યજ્ઞમાં સર્વ દેવોને આમંત્રણ હતું પરંતુ સતી શિવજીને ન હતું પોતાને ન બોલાવવા બદલનો સતી જવાબ મેળવવા પિતાને ત્યાં ગયા.

2. બાળાવાળા ભુતડાદાદા

બાળાવાળા ભુતડાદાદા

યજ્ઞમાં આવ્યા બાદ પિતા દ્વારા અપશબ્દના વેણ સાંભળીતે તે યજ્ઞમાં જ પોતે બલિદાન આપી દે છે અને યજ્ઞ ભંગ કર્યો, શિવજી સતીના વિયોગમાં સતીનો પાર્થિવ દેહ લઈને ભટકે છે ત્યારે વિષ્ણુના સુદર્શન ચક્રના વજ્ર ઘાતથી સતીના ૫૧ ભાગ થયા જેણે આપણે આજે ૫૧ શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ.

સતીના બલિદાનથી ક્રોધિત શિવ પોતાની જટાના એક ભાગ તોડી નાખે છે. આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને તે જટામાંથી વીર ભદ્ર નામના દેવ ઉત્પન થાય છે. જેની શક્તિનું બળ મહાદેવ જેટલું હોય છે. ત્યારે વીર ભદ્ર પોતાની ઉત્પતિનું કારણ જાણવા શિવજી પાસે જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે જગતની રક્ષા કરો. તમે ખીજડો (શમડી)ના વૃક્ષમાં વાસ કરશો, તમે રબારીને ત્યાં જન્મ લો અને ત્યાં તમી લોકોની સેવા કરશો. આ સેવાકાર્યથી જગત તમને ભૂતડા દાદા તરીકે પૂજન કરશે.

3. ભુતડાદાદા બાળાવાળા

ભુતડાદાદા બાળાવાળા

શિવજીના કહેવાથી વીરભદ્ર એ રબારીને ત્યાં જન્મ લીધો અને પોતાની સેવા ભક્તિથી તે થોડા સમયમાં ભૂતડા દાદા તરીકે ખ્યાતિ મળી, એક પ્રસંગ મુજબ ભરવાડના બાળકને બચાવતા વીરભદ્રનો જીવ ગયો. ત્યારથી લોકોએ એમને હાજરા હજુર ભુતડાદાદા તરીકે ઓળખાતા થયા અને પૂજા અર્ચના કરે છે.

સેંજળીયા ગામની બહાર 2 કીલો મીટર ની અંતરે આવેલું ભુતડા દાદા મંદિર

જય બાળાવાળા ભુતડાદાદા

બાળાવાળા ભુતડાદાદા આ જગિયા નો અવશ્ય લાવો લેવો જોઇએ

જય શ્રી ભુતડા દાદા

ભુતડા દાદા ના પર્સા વિશે જાણકારી મળી શકી નથી કોઈ પાસે હોય તો મોકલી આપી વિનતી

માહિતી બોવ ઓસી છે વધારે આપવા વિનંતી

[email protected]

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें