બદ્રીદાસ મંદિર કે પાર્શ્વનાથ મંદિર Badrinath temple Kolkata

Badrinath temple Kolkata

Jun 18, 2024 - 00:11
Jun 18, 2024 - 00:16
 0  39
બદ્રીદાસ મંદિર કે પાર્શ્વનાથ મંદિર  Badrinath temple Kolkata

 કોલકત્તા શહેરમાં શામ બજારમાં માણિકતલામાં આવેલ આ મંદિરને બદ્રીદાસ મંદિર કે પાર્શ્વનાથ મંદિર પણ કહે છે. અહીં મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનની શ્વેત વર્ણની લગભગ 70 સે.મી. ઊંચી પદ્માસનસ્થ ભવ્ય પ્રતિમા છે. કલકત્તાનું આ મંદિર શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ કલાત્મક મંદિર લાલા કાલકાદાસજીના પુત્ર રાયબહાદુર બદ્રીદાસજીએ પોતાની માતા પાસેથી પ્રેરણા મેળવીને બાંધવાનો પ્રારંભ કર્યો. એમને સ્વપ્નમાં સૂચવાયેલા સ્થાનમાંથી પ્રતિમા મળી. આ પ્રતિમાને ભારે ઉલ્લાસ અને હર્ષપૂર્વક લાવીને ઈ. સ. 1867 વિક્રમ સંવત 1923 ફાગણ સુદ 2 ના દિવસે આચાર્ય શ્રી જિનકલ્યાણસૂરિજીના સુહસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી. 

                   આ મંદિરમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં કારીગરે કલાની ઝલક બતાવી ના હોય. એની શિલ્પકલા સ્વદેશના કે વિદેશના લોકોને મુગ્ધ કરે છે. મંદિરની આસપાસ સુંદર બગીચો છે. મંદિરની સામે રાય બદ્રીદાસજીની મૂર્તિ ભક્તિ ભાવથી હાથ જોડીને બેઠેલી છે. મંદિરની પાછળ આવેલ હોજના આઠ ખૂણામાં આઠ પૂતળીઓના હાથમાં માંગલિક ચિન્હ દર્શાવીને અષ્ટ મંગલની ભાવનાનું જીવંત ચિત્ર ખડું કર્યું છે. મંદિરની અંદરની પંચરંગી કાચની મીનકારી , આરસનો વિશાળ ચોક , બહારના ભાગની પૂતળીઓ , લીલાછમ બગીચાને વીજળીના પ્રકાશમાં જોઈએ ત્યારે કોઈ દેવ વિમાનનો ભાસ થાય. જગતના કલાવિદોઓ આને Beauty of Bengal થી નવાજયું છે.

સરનામું 

શ્રી શીતલનાથ જૈન શ્વેતાંબર મંદિર 

શ્રી બદ્રીદાસ ટેમ્પલ 

36 બદ્રીદાસ ટેમ્પલ સ્ટ્રીટ 

માણિક તલ્લા 

કોલકત્તા

પશ્ચિમ બંગાળ 700004

શ્રી અરુણજી મુકીમ 9903107112

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें