ઘેડ કાંઠાનુ વરસડુ વટે વેતરાઇ ગયુ જે હાલનુ વાડસડા તાલુકો માણાવદર નુ ગામ છે

ઘેડ કાંઠાનુ વરસડુ વટે વેતરાઇ ગયુ જે હાલનુ વાડસડા તાલુકો માણાવદર નુ ગામ છે

Dec 1, 2023 - 18:54
 0  71
ઘેડ કાંઠાનુ વરસડુ વટે વેતરાઇ ગયુ જે હાલનુ વાડસડા તાલુકો માણાવદર નુ ગામ છે

ઘેડ કાંઠાનુ વરસડુ વટે વેતરાઇ ગયુ જે હાલનુ વાડસડા તાલુકો માણાવદર નુ ગામ છે  

મિત્રો આ પાળીયા વાડસડા ગામના પાદરના છે જે તમે જોઇ શકો છો જેમાં શુરવીર આહિર અને આયરાણીઓ ની ખાંભી ઓ છે અને સતીઓના પંજા પણ છે

આજથી ત્રણસો વર્ષ પુર્વેનો કાળ એ કાળમાં કુદરત રૂઠે તોય રાજાનો કર ભરે છુટકો નહોતો રજવાડા જમીન આંચકી લે રાજાઓનાં કર હારે બાપાજી રાવ ગાયકવાડનો કડપ ભારે એટલે પ્રજા બમણા કર બોજથી ભાંગી પડતી પણ શુ કરે.બીજો કોઈ ઉપાય નહતો

ત્રણસો વરસ પહેલાના સમયે સૌરાષ્ટ્ર ઘેડ કાંધી પાસે આવેલા હાંડા રોખા ઓપતા સુખી અને સમૃદ્ધ આહિરોનુ વાડસડા ગામ છે 

વડસડુ વસ્યા ઘણાંક વર્ષો વિતી ગયા છતાં કોઈ રાજવી ગાયકવાડ કે કોઈ મુસલમાન કે દરબારે કયારેય કર નાખ્યો નથી ગામના જણે જણને કોઈની ઓશિયાળ નહોતી. બસ એક મેઘરાજની એ વરસે ને ધનના ઢગલા આપતો ને કશોય કર લેતો નહતો બસ મેઘને રાજી રાખવાનો આનંદ લોકો માણતા આખું ગામ ખુમારીથી સ્વતંત્રતાથી જીવતુ

કોઈ રાજવીએ કયારેય કર ઉઘરાવ્યો નથી અને વરસડાએ કયારેય ભર્યો નથીં એ એમનો જીનવ મંત્ર.

એક દિવસ કાળીચૌદશનુ નાગદેવનુ રાવણુ બેઠું હતુ. મુંછાળા મર્દોની મુંછો હવામાં ફડાકા મારી રહી છે બબ્બે લીંબુ ઠરે એવા મુંછવાળા અડાભીડ ભરવાદાર ખમીરવંતાની મુર્તિ સમા પચાસેક આદમીઓમા જળુ અરજણ રાયમલ નાગાજણ મિયાત્રો મારૂ લાવડીયો પુનો નવકંધરો નાગપાળ અને ડાંગર કાંધો ને ગઢવી હમીરો એવાં ડાલામથ્થા પાડાની કાંધ રોખી કાંધવાળા સિંહની સામી છાતીએ બાટકે એવાં બળુકા બરકંદા ને માટીયાર બેઠાં છે.

એક જણે વાત કરી ભા સાંભળ્યુ છે કે બાપોજીરાવ ગાયકવાડ કાઠીયાવાડના ગામડામાં લાગો ઉઘરાવતો ફરે છે કદાચ વરસડા ભણે આવે પણ ખરો.આ વાત સાંભળી એક ઉકરાટીયો જુવાન તાડુકી ઉઠ્યો તે ભલેને ભમતો બાપગોતર માય વડસડા એ લાગો દિધો નથીને દેશે પણ નહીં આપણા માથે કોઈ રાજા નથી રાજા આપડે મુદ્દલે જોતો નથીં. પણ ભા આતો ગાયકવાડી સુબો ગામો ગામ લાગો ઉઘરાવતો આવે છે ન આપે તો ગામ ટીંબો કરે છે. કરવાનું શું આપણે કયાં લાગો દિધો છે અને કાઠિયાવાડ થોડું એના બાપનું છે ખપી જશું પણ લાગો નહીં ભલે ધીંગાણા થાય માથા વઢાઈ જાય તો કુરબાન કરવા તૈયાર છીએ. આતો કાયમનો ઘોંચપરોણો થઈ જાય 

ત્યાં એક ઘોડેસવાર આવ્યો અને કહે છે કાંધો આયર કોણ એક આહિરે કહ્યુ હું બોલો શુ કામ હતું જુનાગઢની જોરતબલી અને ગાયકવાડની ખંડણી કબુલ કરો .તમે ઘર ભૂલ્યાં છો વાડાસડાની જાગીર કાંઈ જુનાગઢ કે ગાયકવાડના બાપની નથી. વિચાર કરજો વાડાસડા કાલે ઊંધું નાખશે એવા ડારા બીજને દેજો ભલે ગાયકવાડ ગામ માથે ચડે અમે પાણીનો કળશિયો લઇ સામા આવીશું.બાકી આયરની દેગે અને તેગે તો કાળીયો ઠાકર હોય એમ ખંડણી રેઢી નથી પડી આંયા માથાં સાટેનો માલ છે. ટુંકમા હમ્મીર બારોટે હવે વાતમાં ઝંપલાવ્યું આતો મર્દોએ મોત સાથે કાંડા બાંધ્યા .

ઇ.સ.૧૭૪૩ આસપાસનો સમય હતો વડોદરાના દામજીરાવ ગાયકવાડ સૌરાષ્ટ્ર પર ખંડણી ઠોકી બેસાડવા માટે વહમુ દળકટક લઇને નીકળ્યો છે અને સાથે જુનાગઢના બાબીઓ પણ છે આમ સૌરાષ્ટ્રમા બેવડી આફત ઉતરી છે.એમા ઉપલેટા તાલુકાનું વાડસડા ગામ એ વેળાએ ડાંગર શાખાના આહિરોનુ સાત આઠ ગામની જાગીરદારી વાળું ગામ હતું વાડાસડાના કાંધા ડાંગરે ગાયકવાડ સામે ખંડણી ના બદલે લડાઈ લિધી .જેમા આયરોએ જે મુરલીધર ના લલકાર સાથે જુદ્ધમા પ્રયાણ કર્યું અમરાપરે અપ્સરા ને વરવાંના પરીયાણ કર્યા. હમ્મીર બારોટ પણ સાથે હથિયાર લઇ ચાલ્યા સામ સામે બટાજટી બોલીને કંઈક વિંધાણા રણભૂમિ માં લોથુ ઢળવા માંડી ગાયકવાડના ઘોડા અને માણસો ઓછાં થવાં લાગ્યા.

આ બાજુ ઢુંગે વળીને આયરાણીઓ લડાઈમાં ગયેલા ઘાયલ આયરો ને પાણી પાવા જવા માથે માટલાં લઇને જવાની તૈયારી કરી ત્યાં હમ્મીર બારોટના ઘરવાળા આઇ કહે આયરો તો એમની મુંછનુ પાણી રાખી જાશે માટે જો આહીરાણીઓ પાણી પાવાને બદલે ગાયકવાડી ફોજના પેટનાં વેઠિયાવ ને પોતાના હાથનું પાણી બતાવી દયે તો આજ આયરોને સવાયો રંગ ચડી જાય 

રંભા જેવી આયરાણીઓ પ્રલંબામાં ફેરવાણી પુરુષ વેષ પહેરી હથિયારો ભીડીને ઘોડેસ્વાર થઇ જાણે ઘેટાં ના ટોળા માથે સિંહણો ત્રાટકી. આયર અને આયરાણીઓ એ કારમી લડાઈ આપી .

સંધ્યા ઢળી અંધારા ઉતર્યા તેવાં ટાણે વાડસડા ને પાદર એકસો ને દસ લોથો ઢળી એમા પચાસેક આહિર જુવાનો અને એકત્રીસ આહીરાણીના બલિદાન દેવાયા હતા  

ત્રણસો વરસની વાતને હૈયા ના ઊંડાણ માં સંગ્રહ રહેલ વીરતાની વાતો કહેતા વાડસડા ગામને પાદરે એંસીક પાળીયાઓ શૂરવીરતાની સાક્ષી રૂપે ઊભાં છે એમાથી કેટલાક તો ખડી ગયાં છે કેટલાક દટાઇ ગયાં છે પણ કેટલાક ઊભા ઊભા વાત ને વાગોળે છે.

ધન્ય છે આવા શૂરવીર અને સતીઓને જે વતન માટે વેતરાઇ ગયા

જય સૌરાષ્ટ્ર જય માતાજી જય મુરલીધર 

લેખક : વિરમદેવસિહ પઢેરીયા

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .